વડોદરા : વડોદરા સ્ટેટ વખતે સ્થપેયેલી સયાજી આયર્ન કંપની હવે ફડચામાં જઇ રહી છે. ૧૯૪૩માં વડોદરાના ઔદ્યોગિકરણના પાયામાં રહેલી આ કંપની ૨૦૦૮થી કોલકતાના જૂથે હસ્ત ગત કરી હતી. વિલિયમસન મેગોર ગ્રુપની મેકનેલી સયાજી એન્જિનિયરિંગ લિમિટેડને ફડચામાં લઇ જવા કાર્યવાહી શરૃ થઇ છે. કોર્પોરેટ સૂત્રોએ જણાવ્યું છે. સાવલી જીઆઇડીસીમાં પ્લાન્ટ ધરાવતી આ કંપની સેમ તાજેતરમાં કોલકાતા એનસીએલટીએ આદેશ આપ્યો છે. રૃ.૭૫ કરોડની રકમ ભરવામાં ડિફોલ્ટ થયેલી આ કંપની સામે આઇસીઆઇસીઆઇ બેંકે એનસીએલટીમાં કાર્યવાહી કરી હતી. કોરોનાકાળમાં નાણાંકીય કટોકટીમાં ફસાયેલી આ કંપનીની કુલ નાણાંકીય જવાબદારીઓ રૃ.૧૨૩ કરોડ જેટલી હોવાનું બહાર આવ્યું છે.

એનસીએલટી દ્વારા ઇન્ટટિમ રિસોલ્યુશન પ્રોફેશનલ તરીકે કોલકાતાના જીતેન્દ્ર લોહિયાની નિમણુંક કરી છે. કંપની સામે ઇન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડ ૨૦૧૬ મુજબ નવા કેસ નોંધવા સામે પણ હવે મોરોટોરિયમ જાહેર કરવામાં આવ્યું છે. ગત જાન્યુઆરી ૨૦૨૦માં કંપની સામે ફડચાની કાર્યવાહી કરવા માટે આઇસીઆઇસીઆઇ બેંકે એનસીએલટીમાં રજૂઆત કરી હતી. જાેકે માર્ચ માસમાં લોકડાઉન જાહેર થતાં આ કેસની સુનાવણી તત્કાલ થઇ ન હતી અને નવેમ્બર માસમાં કાર્યવાહી થઇ હતી.

ગત ૧૨મી ફેબ્રુઆરીના રોજ મેકનેલી સયાજી એન્જિનિયરિંગ કંપનીની ફડચા કાર્યવાહી શરૃ કરવા માટે એનસીએલટીએ આદેશ આપ્યો હતો. કંપની તરફથી એવી રજૂઆત થઇ હતીકે, પ્રમોટરોએ દેવાના પુનઃ નિર્ધારણ અંગે પગલાં લીધા હતા. આઇસલેન્ડની એએનજીસીસી કેપિટલ મેનેજમેન્ટ કંપનીએ તો કંપની ખરીદવા માટે દરખાસ્ત મુકી હતી પણ કોરોનાના કારણે તે શક્ય બન્યું ન હતું. ગત ઓગસ્ટમાં સુધારેલી યોજના રજૂ કરાઇ હતી જાેકે આઇસીઆઇસીઆઇ બેંક સહિતની બેંકોના કોન્સસોર્ટિંયમે કંપનીને વધુ સુધારા સાથે યોજના રજૂ કરવા જણાવ્યું હતું. કોર્ટેઆ કેસમાં ડિફોલ્ટ થયો છે તે નોંધ્યું હતું. આ સંજાેગોમાં સીઆઇઆરપીની કાર્યવાહી શરૃ કરવા આદેશ આપવામાં આવ્યો હતો.

મેકનેલી ભારત કે જે લિસ્ટેડ કંપની છે તે મેકનેલી સયાજી એન્જિનિયરિંગના ૮૧.૮૬ ટકા શેર ધરાવે છે. આઇસીઆઇસીઆઇ બેંક પણ નવેમ્બર ૨૦૨૦માં તારણમાં મુકાયેલા ૧૮ટકા શેર ધરાવે છે.

સ્વ. ઇન્દુભાઇ સી.પટેલે સયાજી આયર્ન સ્થાપી હતી

સ્વ. ઇન્દુભાઇ સી. પટેલે સયાજી આયર્ન એન્ડ એન્જિનિયરિંગ પ્રા. લિ. સ્થાપના ૬ ડિસેમ્બર ૧૯૪૩માં કરી હતી. બરોડા સ્ટેટમાં બરોડા સ્ટેટકંપની એક્ટ ૧૯૧૮ હેઠળ આ કંપની ની સ્થાપના કરવામાં આવી હતી. સ્વ.ઇન્દુભાઇ પટેલે ફાઉન્ડ્રી તરીકે છાણી રોડ વિસ્તારમાં કંપની સ્થાપી હતી . જે ૧-૭-૧૯૮૮ના રોજ પબ્લિક લિમિટેડમાં રૃપાંતરિત થઇ હતી. જ્યારે ૨૫ નવેમ્બર ૧૯૯૪માં પૂર્ણ રૃપે પબ્લિક લિમિટેડ તરીકે કાર્યરત થઇ હતી. ૨૦૦૮માં આ કોલકાતાની મેકનેલી ભારત એન્જિનિયરિંગ લિમિટેડે પબ્લિક ઓફર દ્વારા સયાજી આયર્નના ૮૭.૩૨ ટકા શેર હસ્તગત કર્યા હતા.