/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

રૂ.૩૩૦ પ્રતિ મણ ટેકાનો ભાવ નક્કી થતાં ખેડૂતોમાં ખુશી

લુણાવાડા, મહીસાગર જિલ્લાના લુણાવાડા એપીએમસીમાં ખેડૂતો ને લાભ અપાવવા ગુજકોમાસોલ દ્વારા ડાંગરની ખરીદી માટે ખાનપુર કોઠંબા અને લુણાવાડાના ખેડૂત આગેવાનો દ્વારા ગુજકોમાસોલ માંથી આવેલ પ્રતિનિધિ ની વચ્ચે ડાંગર નો ભાવ નક્કી કરેલ હતો જેમાં સારી ડાંગર નો ભાવ ૩૩૦ રૂપિયા અને હાર્વેસ્ટર દ્વારા કપાવે ડાંગર નો ભાવ ૩૦૫ રૂપિયા જેટલો નક્કી કરવામાં આવેલ હતો આ બેઠક નો મૂળ ઉદ્દેશ બજારભાવ કરતાં ૧૫ થી ૨૦ રૂપિયા ખેડૂત ને વધારે મળે તે હેતુથી આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આખરે ડાંગર નો ભાવ ૩૩૦ રૂપિયા પ્રતિ મણ નક્કી કરી જગતના નાથ એવા ખેડૂત ભાઈઓને ગુજકોમાસોલ દ્વારા લાભ આપ્યો હતો. આ મીટીંગ મિટિંગમાં લુણાવાડા એપીએમસીના ચેરમેન ગોવિંદભાઈ પટેલ, ગુજકોમાસોલના ડિરેક્ટર મનોજભાઈ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મણીભાઈ પટેલ તથા વિરોધ પક્ષના નેતા અને ખેડૂત આગેવાન પી.એમ પટેલ હીરાભાઈ દલાભાઈ પટેલ, ગંભીર ભાઈ અને રવજીભાઈ પટેલ શહીત કુલ ૨૫ જેટલા ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution