/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ગુજરાતમાં બદલીનો દૌર શરૂ, એકસાથે 77 IAS અધિકારીઓની બદલી

ગાંધીનગર-

ગુજરાત રાજ્યના વહીવટીતંત્રમાં મોટા ફેરફાર થયા છે.જેમાં રાજ્ય સરકારે 77 જેટલા IAS અધિકારીઓની સામૂહિક બદલી કરી છે.આમ આ અગાઉ 9 જૂનના રોજ 26 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.આમ કોરોના મહામારીની બીજી લહેરનો ખતરો ઓછો થતા રાજ્યમાં બદલીઓનો દોર શરૂ થયો છે.

આ IAS અધિકારીઓની કરાઈ બદલીઓ

ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ અંજુ શર્માને લેબર અને રોજગારના મુખ્ય સચિવ બનાવાયા

મહિસાગરના કલેક્ટર આર.ડી.બારડને વડોદરાના કલેક્ટર બનાવાયા

રાજકોટના કલેક્ટર રૈમ્યા મોહનને નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર બનાવાયા

એમ.એ.પંડ્યાને દ્વારકા જિલ્લાના કલેક્ટર બનાવાયા

નવસારીના કલેક્ટર અગ્રવાલને રાહત કમિશનર બનાવાયા

જામનગરના કલેક્ટર રવિ શંકરને સરદાર સરોવર નિગમના ચેરમને અને સ્ટેચ્યૂ ઑફ યુનિટીના મુખ્ય વહિવટદાર બનાવાયા

અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિલિપ કુમારન રાણાને આદિજાતિ વિકાસ વિભાગના કમિશનરનો સંપૂર્ણ ચાર્જ સોપાયો

આણંદના કલેક્ટર આર.જી. ગોહિલને ગીરસોમનાથના કલેક્ટર બનાવાયા

સુરતના કલેક્ટર ધવલકુમાર પટેલને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા

રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા કલેક્ટર તરીકે બદલી

એમ.વાય દક્ષિણી મહેસાણાના ડીડીઓની આણંદના કલેક્ટર તરીકે બદલી

ડૉ.રત્નાકંવરની ગાંધીનગર મનપા કમિશનરમાંથી સર્વ શિક્ષા

અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે બદલી

કચ્છ-ભૂજના કલેક્ટર પ્રવિણા ડી.કેની પંચમહાલ-ગોધરા કલેક્ટર તરીકે બદલી

દાહોદ કલેક્ટર વિજય ખરા઼ડીની જામનગર મનપા કમિશનર તરીકે બદલી

પાટણના ડીડીઓ ડી.કે. પાખેની વડોદરા મનપાના રિજનલ કમિશનર તરીકે બદલી

દેવભૂમિ દ્વારકાના કલેક્ટર નરેન્દ્રકુમાર મીણાની અરવલ્લી મોડાસાના કલેક્ટર તરીકે બદલી

રાજકોટના ડે.મનપા કમિશનર પ્રજાપતિની આણંદના ડીડીઓ તરીકે બદલી

ખેડા નડિયાદના ડીડીઓ કેલ. બછાનીની ખેડા નડિયાદ કલેક્ટર તરીકે બદલી

ગીરસોમનાથના કલેક્ટર અજય પ્રકાશની સ્વાસ્થ્ય અને શિક્ષણ વિભાગના ચીફ પર્સનલ ઓફિસર તરીકે બદલી

જૂનાગઢના કલેક્ટર ડૉ.પારધીની જામનગરના કલેક્ટર તરીકે બદલી

અમરેલીના કલેક્ટર આયૂષ ઓકની સુરતના કલેક્ટર તરીકે બદલી

સુરેન્દ્રનગરના કલેક્ટર કે.રાજેશની ગૃહ વિભાગના સંયુક્ત સચિવ તરીકે બદલી

છોટાઉદેપુરના કલેક્ટર મયાત્રાની કચ્છભૂજના કલેક્ટર તરીકે બદલી

પીજીવીસીએલના એમડી શ્વાત તેઓતિયાની અરવલ્લી મોડાસાના ડીડીઓ તરીકે બદલી

ડાંગના ડીડીઓ વઢવાણિયાની કલેક્ટર તાપી તરીકે બદલી

અરવલ્લી મોડાસાના કલેક્ટર ઓરંગાબાદકરની સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે બદલી

પંચમહાલ ગોધરાના કલેક્ટર અમિત અરોરાની રાજકોટ મનપા કમિશનર તરીકે બદલી

બોટાદના કલેક્ટર વિશાલ ગુપ્તાની અગ્રવિકાસ કમિશનર તરીકે બદલી

ભાવનગરના કલેક્ટર મકવાણાના અમરેલી કલેક્ટર તરીકે બદલી

જૂનાગઢ મનપા કમિશનર સુમેરાની બોટાદ કલેક્ટર તરીકે બદલી

વડોદરાના ડીડીઓ કિરણ ઝવેરીની રાજ્ય વેરા વિભાગના અગ્ર કમિશનર તરીકે બદલી

અમદાવાદના ડીડીઓ મહેશ બાબુની રાજકોટ કલેક્ટર તરીકે બદલી

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution