વલસાડ, પ્રજાસતાક પર્વ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચીખલી તાલુકાના રાનકુવા હાઇસ્કૂલના આચાર્યનું સતત આઠમીવાર સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર નવસારી દ્વારા જિલ્લાકક્ષાનો પ્રજાસતાક પર્વ નવસારી લુન્સીકુઈ ખાતે સંપન્ન થયો હતો. જેમાં જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા મહાનુભાવોનું રાજ્યના સમાજ કલ્યાણ અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર દ્વારા સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા . 

બી.એલ પટેલ સર્વ વિધા મંદિર રાનકુવાના આચાર્ય અને કલ્પના ચાવલા શાળા વિકાસ સંકુલના કન્વીનરપદે ૧૦ વર્ષથી કાર્યરત સંજયસિંહ પરમારનું પણ આ અવસરે સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું કોરોના મહામારીમાં ઓનલાઈન શિક્ષણ , વાલી સંવાદ અને વેબીનાર તેમજ સમાજલક્ષી પ્રોજેક્ટ, રક્તદાન પસ્તી સે પુન ઃ ઉત્થાન અને અન્ય પ્રવૃત્તિ ધ્યાનમાં લઇ આ સન્માનપત્ર એનાયત થયું હતું . આચાર્ય સંજયસિંહ ડી.પરમાર રાજકક્ષા શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડ ઉપરાંત શ્રેષ્ઠ કર્મયોગી , શ્રેષ્ઠ શાળા સ્વચ્છતા પુરસ્કાર સહિત આઠ વખત સન્માનિત થઇ શાળાનું ગૌરવ વધાર્યું છે . જિલ્લા શિક્ષણાઅધિકારી રોહિતભાઈ ચૌધરી અને પ્રમુખ , મંત્રી મંડળના હોદેદારોએ અભિનંદન પાઠવ્યા હતા