વડોદરા : કોરોનાની સેકન્ડ વેવ પીક પર પહોંચ્યા બાદ હવે જાેર ઘટી રહ્યાનુ મનાઈ રહ્યુ છે.જેના પગલે તંત્રએ રાહત અનુભવી છે. બિન સત્તાવાર સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ કોરોના અને શંકાસ્પદ કોરોનાની સારવાર લઈ રહેલા બીસીએની ફાયનાંન્સ કમિટીના સભ્ય સહિત ૯૬ લોકોના મોત થયા છે. તંત્રના જણાવ્યા મુજબ વિતેલા ર૪ કલાકમાં વધુ ૮ મોત સાથે અત્યાર સુધી સત્તાવાર મૃત્યુઆંક ૫૩૧ થયો છે.જ્યારે આજે કોરોનાના વધુ ૯૨૫ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જાેકે, પોઝિટિવ કેસો કરતા આજે વધુ દર્દીઓ એટલે ૧,૦૦૯દર્દીઓ સ્વસ્થ થતા તેમને િડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા.

કોરોનાની સેકન્ડ વેવમાં હાહાકાર મચ્યો છે પરંતુ સેકન્ડ વેવ પીક પર પહોંચ્યા બાદ કેટલા દિવસ થી કેસોની સંખ્યામાં ધટાડો થતા તંત્રએ રાહત અનુભવી હતી. વિતેલા ર૪ કલાકમાં કોરોના તેમજ શંકાસ્પદ કોરોનાની સારવાર લઈ રહેલા બરોડા ક્રિકેટ એસોસિએશનની ફાયનાંન્સ કમિટીના સભ્ય અલ્પેશ ઝવેરી ૯૬ લોકોનાં મોત થયાં છે.મળતી માહિતી મુજબ અલ્પેશ ઝવેરી કોરોના સંક્રમિત થતા કેટલાક દિવસ થી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.સારવાર દરમિયાન તેમનુ નિધન થયુ હતુ.જાે કે, તંત્ર દ્વારા વધુ ૮ મોત સાથે અત્યાર સુધી વડોદરા શહેર જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૫૩૧ થયો હોવાનું જણાવ્યું હતું. વડોદરા શહેર જિલ્લામાં વિતેલા ર૪ કલાકમાં કોરોનાના ટેસ્ટ માટે લેવામાં આવેલા ૧૦,૬૮૯ સેમ્પલો પૈકી ૯૨૫ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને ૯,૭૬૪ નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે આજે એક્ટિવ કેસોની સંખ્યા ધટીને ૯૯૯૪ થઈ છે. જે પૈકી ૪૯૭ ઓક્સિજન સપોર્ટ પર અને ૩૩૭ દર્દીઓ વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે, જ્યારે ૯,૧૬૦ દર્દીઓ સ્ટેબલ છે.

શહેર જિલ્લામાં આજે વધુ ૧,૦૦૯ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં ૪૮,૫૪૩ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે હોમ ક્વોરન્ટાઈન દર્દીઓની સંખ્યા ૮૮૮૯ થઈ છે. પોઝિટિવ આવેલા કુલ દર્દીઓ પૈકી સૌથી વધુ ૨૧,૬૦૨ દર્દીઓ ગ્રામ્ય વિસ્તારના છે, જ્યારે શહેરના પૂર્વ ઝોનમાં ૮,૩૦૯ , પશ્ચિમ ઝોનમાં ૯,૫૬૪, ઉત્તર ઝોનમાં ૯,૯૫૩ અને દક્ષિણ ઝોનમાં ૯,૬૦૪ કેસ નોંધાયા છે.

ધન્વંતરિ આરોગ્ય રથના માધ્યમથી પાલિકાના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કરાઈ રહેલા આરોગ્ય સર્વેમાં આજે ૪૧ તાવના અને ૧૯૯ શરદી, ખાંસીના દર્દીઓ જણાઈ આવતાં સ્થળ પર જરૂરી દવાઓ આપવામાં આી હતી. આમ બે દિવસથી પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થતાં કોરોનાનું જાેર ઘટી રહ્યાનું મનાઈ રહ્યું છે.

ગોત્રી હોસ્પિટલના કોવિડમાં તબીબોની બેદરકારીથી દર્દીએ પગ ગુમાવ્યો

શહેરના છાણી વિસ્તારમાં આવેલ આયુષ બંગલા પાસે રહેતા હર્ષદભાઈ રમેશચંદ્ર શાહ (ઉં.વ.૬૦) જીએસએફસીમાં ઈલેકટ્રિશિયન વિભાગમાં ફરજ બનાવી સેવાનિવૃત્ત થયા હતા. હાલ કોરોનાની મહામારી ચાલતી હોઈ તેઓને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતાં ગત તા.૬ એપ્રિલના રોજ ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા, જ્યાં તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કોવિડ વોર્ડમાં દાખલ કર્યા હતા. તેમની સારવાર ઈન્ટર્ન તબીબો દ્વારા કરવામાં આવી રહીહ તી. સારવાર દરમિયાન દર્દી હર્ષદભાઈને દિવસમાં ત્રણ ઈન્જેકશનો આપવામાં આવી રહ્યા હતા, જેથી તેમને પોતાના હાથ-પગ જકડાઈ જતાં તેમજ લોહી જામી ગયું હોવાનું લાગી રહ્યું હતું. આ અંગેની જાણ દર્દીએ ડોકટરોને કરી હતી પરંતુ તબીબોએ દર્દીની સારવાર ચાલુ રાખી હતી અને તેમના સિનિયર તબીબોની સલાહ લીધી ન હતી. તા.૬ થી તા.૧૬ સુધી ગોત્રી હોસ્પિટલમાં દાખલ રહ્યા એ દરમિયાન તેમના બંને પગમાં ભારે ઈન્ફેકશન થઈ ગયું હતું અને સારવાર અણઘડ લાગતાં સગાઓએ ગોત્રી હોસ્પિટલમાં ડિસ્ચાર્જ લીધા બાદ ખાનગી હોસ્પિટલ વિન્સમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ કેસ હાથમાં ન લેતાં પરિવારજનો દર્દીને સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ દર્દી હર્ષદભાઈ શાહની તકલીફની સારવાર હાથ ધરી હતી જેમાં ઘૂંટણ સુધી સડા સાથે ઈન્ફેકશન થયું હોવાનું નિદાન આવ્યું હતું. જેથી દર્દીને પગ કપાવવા સિવાય કોઈ ઉપાય ન હતો. દર્દીને પગ કપાવવાની નોબત આવતાં ગોત્રી હોસ્પિટલના અણઘડ તબીબોની લાપરવાહીના પાપે દર્દીને પગ ગુમાવવાનો વારો આવ્યો હતો.

વાવાઝોડાની સ્થિતીમાં ઓક્સિજનનો પૂરવઠો અવીરત મળતો રહે તે ચર્ચા કરાઈ

હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા અંગે આગાહી કરવામાં આવી છે.તેને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરે જિલ્લા પોલીસ અધિક્ષકને સાથે રાખીને વડોદરા જિલ્લાના મેડિકલ ઓક્સિજનના સપ્લાયર્સ,ટ્રેડર્સ અને અન્ય સંબંધિતો સાથે વિડીયો કોન્ફરન્સ થી વાવાઝોડા અને અન્ય આપત્તિ ની પરિસ્થિતિમાં તમામ હોસ્પિટલોમાં ઑક્સિજનનો સપ્લાય સતત જળવાઇ રહે તે બાબતે પરામર્શ કરી ને જરૂરી સૂચનાઓ આપી હતી.આ ઉપરાંત ઓએસડી ડો.વિનોદ રાવે પણ જામનગર,ભાવનગર તેમજ ભરૂચ જિલ્લામાંથી વડોદરામાં આવતો ઓસ્કિજનનો પુરવઠો વર્તમાન વાવાઝોડાની સ્થિતીમાં અવીરત મળતો રહે તે માટે જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી.

ગોત્રીના નાના ડોમમાંથી ૩૦ દર્દીઓને હોસ્પિટલ પ્રિમાયસીસમાં શીફ્ટ કરાયા

કોરોના મહામારીમાં ગોત્રી હોસ્પિટલ પ્રિમાયસીસમાં દર્દીઓને સારવાર માટે નાનો ડોમ બનાવવામાં આવ્યો છે. ઉપરાંત અટલાદરા યજ્ઞપુરૂષ ખાતે પણ મોટો અને નાનો ડોમ બનાવાવામાં આવ્યા છે. ત્યારે સંભવીત વાવોઝોડાની સ્થિતીને ધ્યાને લઈને ગોત્રી હોસ્પિટલના નાના ડોમમાં ૩૦ દર્દીઓ સારવાર હેઠળ હતા. તેમને હોસ્પિટલની પ્રિમાયસીસમાં શીફ્ટ કરવામાં આવ્યા હતા.ઉપરાંત યજ્ઞપુરૂષના નાના ડોમમાંથી પણ ૩૦ જેટલા દર્દીઓને શીફ્ટ કરાયા હોંવાનુ સૂત્રોએ જણાવ્યુ હતુ.

શહેર- જિલ્લામાં બે દિવસ રસીકરણ બંધ

રાજ્ય સરકારની સૂચના મુજબ સંભવિત વાવાઝોડાનાં કારણે આગામી તાઃ૧૭ અને તાઃ૧૮ મે દરમિયાન વડોદરા શહેર અને જિલ્લાનાં તમામ રસીકરણ કેંદ્રો પર કોરોના રસીકરણનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો છે. નાગરિકો ને તેની નોંધ લેવા જણાવાયું છે.