વડોદરા, તા. ૧૯

મકરપુરા એસટી ડેપોની પાછળ ફલેટ અને દુકાનો બાંધવા માટે કિર્તન ડેવલોપર્સના ત્રણ ભાગીદારોએ આઠ વર્ષ અગાઉ મહિમા રેસીકોમના નામે સ્કીમ શરૂ કરીને ગ્રાહકો પાસેથી બુકીંગ અને બાનાખત પેટે નાણાં મેળવ્યા હતા. જાેકે ત્યારબાદ બિલ્ડરોએ ગ્રાહકોને ફલેટ-દુકાનો બનાવીને તેનો કબજાે નહી આપી કે ગ્રાહકો પાસેથી લીધેલા નાણાં પરત નહી કરીને ૩.૮૭ કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. આ બિલ્ડર ત્રિપુટીના છેતરપિંડીનો ભોગ બનેલા મહિમા રેસીકોમના ૩૪ ગ્રાહકોએ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે મહિલા સહિતની બિલ્ડર ત્રિપુટી સામે ગુનો નોંધી તેઓની શોધખોળ શરૂ કરી છે.

મકરપુરાના ઈન્દ્રાનગરમાં રહેતા હિરારામ ઘાંચી ઘરેથી કોસ્મેટીક ચીજાેનો વેપાર કરે છે. ગત ૨૦૧૮માં તેમને જાણ થઈ હતી કે કિર્તન ડેવલોપર્સ દ્વારા મકરપુરા એસડી ડેપોની પાછળ મહિલા રેસીકોમ નામે નવી સાઈટ શરૂ કરી છે જેમાં દુકાનો અને ફ્લેટનું બાંધકામ થવાનું છે. તેમને દુકાન લેવાની ઈચ્છા હોઈ તે મહિમા રેસીકોમ સાઈટની ઓફિસમાં ગયા હતા અને કિર્તન ડેવલપર્સના ભાગીદારો રાજેશ મગન ગોલવિયા, અલકાબેન રાજેશ ગોલવિયા (બંને રહે.અજીતનાથ કો.ઓ.હા.સો., પાણીની ટાંકી પાસે કારેલીબાગ) અને ભુપેન્દ્ર નાથા નસીત (પ્રમુખછાયા સોસાયટી, વરાછા, સુરત, હાલ સ્કાય હાર્મોની, કારેલીબાગ) સાથે વાતચિત કરી હતી. તેમણે મહિમા રેસીકોમના એચ ટાવરમાં ૨૨ નંબૂરની દુકાન ૧૫ લાખમાં બુક કરાવી હતી અને ૨૨-૦૧-૨૦૧૮થી બિલ્ડર ત્રિપુટીને સમયાતંરે રોકડ અને ચેકથી ૧૫ લાખ આપ્યા હતા.

તેમને બિલ્ડરોએ નાણાં આપ્યાની પાવતી આપીને બે વર્ષમાં દુકાન બનાવીને તેનો કબજાે આપીશું ખાત્રી આપી હતી. જાેકે દોઢ વર્ષ સુધી બિલ્ડરોએ દુકાનનું બાંધકામ નહી કરતા તેમણે રાજેશ ગોલવિયા સાથે વાતચિત કરી હતી જેમાં ૦૯-૦૭-૨૦૧૯ના રોજ બાનાખત કરાર તથા બાંધકામ કરાર કરી આપ્યો હતો જેમાં ડિસેમ્બર-૨૦૧૯માં મિલકતનો કબજાે આપી દેવાનું નક્કી થયું હતું ્‌ને જાે દુકાનનો કબજાે આપવામાં વિલંબ થાય તો મહિમા રેસીકોમ સાઈટના એરિયામાં આવેલી અન્ય મિલકતોનું જે ભાડું ચાલતું હશે તે ચુકવવાનો રહશે અને પજેશનનો મહત્તમ પિરિયડ ડિસેમ્બર-૨૦૨૦ સુધીનો રહેશે તેવો બાનાખાત કરાર થયો હતો.

જાેકે બિલ્ડરોએ બાનાખત કરાર મુજબ દુકાનનો કબજાે આપ્યો નહોંતો અને હજુ સુધી બિલ્ડીંગનું બાંધકામ સુધ્ધા શરૂ કર્યું નથી અને બાનાખતમાં નક્કી થયા મુજબ ભાડું પણ ચુકવ્યું નથી. બિલ્ડર ત્રિપુટીએ આ રીતે મહિમા રેસીકોમમાં ફ્લેટ-દુકાન બુક કરાવનાર કુલ ૩૪ ગ્રાહકો પાસેથી કુલ ૩,૮૭,૯૯,૬૪૯ રૂપિયા ઉઘરાવી લઈને કોઈને પણ મિલકતનો કબજાે આપ્યો નથી અને હજુ સુધી માત્ર અડધું જ બાંધકામ કર્યું છે.

તેઓએ સાઈટ પર આવેલી ઓફિસ બંધ કર્યા બાદ ગ્રાહકોને કોઈ જવાબ આપતા નથી અને ત્યારબાદ ગ્રાહકોનો ફોન પણ રિસીવ કરવાનું બંધ કરી દઈ છેતરપિંડી કરી હતી. આ બનાવની હિરારામ ઘાંચી સહિત કુલ ૩૪ ગ્રાહકોએ સંયુક્ત રીતે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે કિર્તન ડેવલોપર્સના ભાગીદાર ગોલવિયા દંપતી અને ભુપેન્દ્ર નસીત વિરુધ્ધ છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો નોંધી ત્રણેયની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

મહિમા રેસીકોમ બાયર્સ વેલફેર એસો.દ્વારા રેરામાં ફરિયાદ

કિર્તન ડેવલોપર્સ દ્વારા મહિમા રેસીકોમ નામની સાઈટ ગત ૨૦૧૬થી શરૂ કરાઈ છે પરંતું તેમાં ફલેટ-દુકાનો બુક કરાવનાર ગ્રાહકોને ડિસેમ્બર-૨૦૧૯ સુધીમાં કબજાે આપવાનો હતો પરંતું તે જગ્યાએ અડધુ બિલ્ડિંગ બનાવી છે અને અડધી જગ્યામાં ખાડો છે. ત્રણ વર્ષમાં મિલકતોનો કબજાે આપી દેવાની ખાત્રી આપી તેમજ બાનાખત કરી આપવા છતાં કિર્તન ડેવલોપર્સની ભાગીદાર ત્રિપુટીએ છ વર્ષમાં નવુ બિલ્ડીંગ બાંધવાની શરૂઆત પણ કરી નથી કે ગ્રાહકોને યોગ્ય જવાબ પણ આપતા ન હોઈ મહિમા રેસીકોમ બાયર્સ વેલફેર એસોસિયેશન દ્વારા રેરા કોર્ટમાં પણ ફરિયાદ કરાઈ છે અને તે કેસ હાલમાં ચાલું છે.