નસવાડી તાલુકાના કૂકાવટી ગામ થી સૂકાપુરા ગામને જાેડતો કોઝવે ઉપર અશ્વિન નદીનું પાણી ફરી વળતા લોકો જીવન જાેખમે પસાર થવા મજબુર બન્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો જેથી નસવાડી તાલુકાની અશ્વિન નદી અને મેણ નદી બે કાંઠે વહેતી થઈ હતી નસવાડી તાલુકાના ખુશાલપુરા થી ગઢગામ સહીત ૨૦ ગામને જાેડતો કોઝવે ઉપર મેણ નદીનું પાણી ફરી વળતા રસ્તો બંધ થયો હતો જયારે નસવાડી તાલુકાના કૂકાવટી ગામ થી સુકાપુરા ગામને જાેડતો કોઝવે ઉપર અશ્વિન નદીનું પાણી ફરી વળતા રસ્તો બંધ થયો હતો જેથી ગ્રામજનો અટવાયા હતા.

કેટલાક લોકો જીવન જાેખમે કોઝવે ઉપર થી પસાર થવા મજબુર બન્યા હતા તો કેટલાક લોકો લાંબા સમય સુધી સામે સામે કિનારે બેસી રહ્યા હતા જયારે નસવાડી મથક ઉપર ગરીબ લોકો રોજગારી મેળવા આવતા પાણી કોઝવે ઉપર ફરી વળતા રસ્તો બંધ થયો હતો જેથી નસવાડી મથક ઉપર ના આવી શક્યાતા રોજ કમાઈ રોજ ખાવા વાળા મજૂરો ઉપર અસર પડી હતી તો કેટલાક ખેડૂતોના ખેતર સામે કિનારે હોવાથી ખેતરે જતા પાણી આવી જતા ભૂખ્યા સામે કિનારે જ બેસવાનો વારો આવ્યો હતો જયારે બાળકો પણ શાળાએ પહોચી શક્યા ના હતા વર્ષોથી પાણી આવે ત્યારે આ કોઝવે ઉપર પાણી ફરી વળે છે જેથી ગ્રામજનો કોઝવે ઉપર બ્રિજ બનવાવી આપવા વારંવાર રજુવાતો તંત્ર અને નેતાઓને કરી છે પરંતુ તેમની રજુવાત હજુ સુધી સાંભળવામાં આવી નથી વર્ષો થી આ સ્થિતિનું નિર્માણ થતું આવ્યું છે