ફતેપુરા

ફતેપુરા નગરમાં આશરે પચાસ થી પંચાવન વર્ષની વય ધરાવતા એક વૃદ્ધ મહિલા રસ્તા પર ખાવા બનાવા માટે મજબૂર બન્યા હતા. ફતેપુરા મામલતદાર અને તાલુકા કચેરીના પાટણમાં એક વૃદ્ધ મહિલા પોતાની સાથે રાખેલા સર સામાન લઈ પોતાનું ગુજરાત ચલાવી રહ્યા હતા. ત્યારે આજરોજ ફતેપુરા મામલતદાર કચેરીના રસ્તા ઉપર ઈટોનો ચૂલો બનાવી પેટની જઠરાગ્નિ ભુજાવવા માટે પોતેજ ત્યા રસ્તા ઉપર ખાવા બનાવતા હતા મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરીમાં કેટલાએ અરજદારો પોતાના કામ અર્થે આવતા હોય છે ત્યારે હાલ ફતેપુરા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતનો ઇલેક્શન પણ ચાલી રહ્યું છે ત્યારે મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરીમાં મોટાભાગના લોકો કામ અર્થે આવતા હોય છે ત્યારે આ વૃદ્ધ મહિલા પોતાના જઠરાગ્નિ ભુજાવવા માટે રસ્તા પર જ પ્રાથમિક ચૂલો બનાવી ખાવા બનાવતા હરકોઈને નજરે પડતા હતાા. ત્યારે આ કળિયુગમાં એક માતાના આવી રીતે ખાવા બનાવતા જાેઈ ચાલ્યા જાય છે ત્યારે તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરીમાં ચડ-ઊતર કરતા કેટલા નેતાઓ તેમજ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી આ વૃદ્ધ મહિલા નો સંપર્ક કરી તેના સાથે તેના વાલીવારસોને મેળાપ થાય તો તેને મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં તેમને દીકરાઓ છે પરંતુ સારી રીતે રાખતા નથી તેમની સંભાળ લેતા નથી માટે તેમને ઘર છોડી દીધું છે તેવું જણાવ્યું હતું.