આણંદ : ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ)માં દસમો પદવીદાન સમારોહ આજે યુનિવર્સિટીના પ્રાંગણમાં યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે ભારતની વિખ્યાત આઈટી કંપની ઓનવર્ડ્‌સ ટેક્નોલોજીસના સ્થાપક અને એક્ઝિક્યૂટિવ ચેરમેન અને નાસ્કોમના સર્વપ્રથમ ચૂંટાયેલા ચેરમેન હરિશ મહેતાએ ઓનલાઇન દિક્ષાંત પ્રવચન આપ્યંુ હતું. તેઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વિશ્વભરમાં ભારત એક ટેલેન્ટ નેશન તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. દેશનાં યુવા ટેક્નોક્રેટ્‌સ, ઉદ્યોગ સાહસિકો અને સંશોધકોનો મહત્વનો ફાળો છે. તેઓએ જણાવ્યું હતું કે, કોવિડની મહામારીએ આપણને ઘણું બધું શીખવ્યું છે ત્યારે ટેક્નોલોજીનો ઉપયોગ દેશ માટે એક આશીર્વાદરૂપ છે. વિદ્યાર્થીઓને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ડિજિટલાઇઝેશન ક્ષેત્રે સંશોધન કરી આગળ વધવા તેઓએ માટે આહવાન કર્યું હતું. 

ચારુસેટના રજિસ્ટ્રાર ડો. દેવાંગ જાેશીની આગેવાની હેઠળ દિક્ષાંત શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ચારુસેટ અને ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ તેમજ સમારોહ અધ્યક્ષ સુરેન્દ્રભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો.પંકજ જાેશી, કેળવણી મંડળના માનદ્‌ મંત્રી ડો.એમ.સી. પટેલ, માતૃસંસ્થા અને ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ નગીનભાઈ પટેલ, ગવર્ન્િંાગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમજ વિવિધ વિદ્યાશાખાઓના ડીન, વિવિધ વિદ્યાશાખાઓના તેજસ્વી સુવર્ણચંદ્રકધારકો અને પીએચડી પદવીધારકો જાેડાયા હતા. આ ભવ્ય શોભાયાત્રાનું શામીયાનાના મુખ્ય મંચ ખાતે સમાપન થયું હતું.

ચારુસેટના પ્રોવોસ્ટ ડો.પંકજ જાેશીએ મંચસ્થ મહાનુભાવો તથા આમંત્રિત સર્વેને આવકાર્યા હતા અને મુખ્ય મહેમાનોનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ વાર્ષિક અહેવાલ રજૂ કરી ચારુસેટ યુનિવર્સિટી ખાતે વર્ષ દરમિયાનની શિક્ષણ, સંશોધન, અને નવીનકરણની પ્રવૃતિઓ વિષે માહિતી પૂરી પાડી હતી. સમારોહ અધ્યક્ષ સુરેન્દ્રભાઈ પટેલ દ્વારા પદવીદાન સમારોહને ખુલ્લો મુકતા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. રજિસ્ટ્રાર ડો.દેવાંગ જાેશીએ આ પદવીધારી વિદ્યાર્થીઓ માટે ઓથ લેવડાવી હતી.

અધ્યક્ષસ્થાનેથી ઉદ્દબોધન કરતા સુરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આપણી સૌથી મોટી નબળાઇ હાર માની લેવામાં રહેલી છે. સફળ થવાની સૌથી નિશ્ચિત રીત હંમેશાં વધુ એક પ્રયાસ કરવામાં રહેલી છે. સફળતા અને નિષ્ફળતા જીવનનો ભાગ છે, જરાય વિચલીત થયાં વગર સમાજાેપયાગી કાર્યમાં પરોવાયેલા રહેવું જાેઈએ.

૧૮૧૩ વિદ્યાર્થીઓને પદવીઓ ઉપરાંત ૩૦ ગોલ્ડમેડલ એનાયત કરાયા

યુનિવર્સિટીના પ્રમુખ સુરેન્દ્રભાઈ.એમ.પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલાં આ પદવીદાન સમારોહમાં ૧૮૧૩ વિદ્યાર્થીઓને પદવીદાન સાથે વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ૩૦ ગોલ્ડમેડલ સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવાની પરંપરા છે ત્યારે ચારુસેટ ખાતે પદવીદાન સમારોહમાં શુદ્ધ સુવર્ણના ચંદ્રક એનાયત કરવામાં આવે છે.

કોરોનાને લીધે પદવીદાન બે તબક્કામાં વહેંચવામાં આવ્યો

આ વર્ષે ગાઇડલાઇન્સને અનુસરતા પદવીદાન સમારોહ બે તબક્કામાં વહેંચવામાં આવેલ છે. પ્રથમ તબક્કામાં મુખ્ય સમારોહ અંતર્ગત તા. ૯ જાન્યુઆરીના રોજ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર અને પીએચડીના વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી, જ્યારે દ્વિતીય તબક્કામાં તા.૧૧-૧૨ જાન્યુઆરી દરમિયાન વિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓને સોશિઅલ ડિસ્ટન્સિંગ સાથે પદવીઓ એનાયત કરવામાં આવશે.