/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

પારડીમાં પાર બ્રિજ સાથે દોરડું બાંધી ફાંસો ખાધેલી લાશ મળી

વલસાડ, પારડી પોલીસ મથક વિસ્તાર માં નેશનલ હાઇવે નંબર ૪૮ પર શ્રીનાથ હોટેલ નજીક કોથર ખાડી પર રહેલ બ્રિજ સાથે દોરડું બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મેકેનિકની લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. મેકેનિક નું કામ કરતા રાધેશ્યામ રામસાગર વિશ્વકમાં ઉ.વ .૪૬ પારડી ના ખડકી રીસોર્ટમાં પોતાના મકાન માં પત્ની લક્ષમીબેન તથા તેમના ત્રણ છોકરાઓ સાથે રહેતો હતો અને ખડકી સ્વાગત હૉટલ પાસે મેકનીક નું કામ કરી પોતા ના પરિવાર નું ભરણ પોષણ કરતો હતો તેવો છેલ્લા એક વર્ષથી છાતીમાં દુખવાની તેમજ સુગર તથા પ્રેસરની બીમારી થી પીડિત હતો. વલસાડ કસ્તુરબા હૉસ્પિટલ ની દવા ચાલુ હતી ગત રોજ રાત્રીના સાડા ત્રણેક વાગ્યેથી તેવો ઘરેથી નીકળી ગયા હતા.  

તેમની પત્ની એ આજુ બાજુ તપાસ કરી પરંતુ તેવો મળ્યા ન હતા તેમની બાજુ માં રહેતા પાડોશી એ ગુંદલાવ ખાતે રહેતા તેમના નાના ભાઈ ને આ બાબતે જાણ કરી હતી ગુંદલાવ રહેતા નાનાભાઈ શ્યામ સાગર ઘભરાઈ જઇ તત્કાળ ધોરણે ખડકી આવ્યા હતા તેવો તેમના બીજા ભાઈ અને સોનું બચઇરામ શર્મા તથા બ્રીગેશ બચઇરામ શર્મા સાથે ખડકી રેમન્ડ કંપની તેમજ નદી કિનારા તરફ શોધખોળ કરી હતી પરંતુ તેમના મોટાભાઈ મળ્યા ન હતા તેવો સ્વાગત હોટલ પાસે ઝ્રઝ્ર્‌ફ કેમેરા ચેક કરવા ગયા ત્યારે હોટલ પર આવેલ એક ભાઈ એ જણાવેલ કે બ્રિજ ઉપર વચ્ચેના ભાગે સ્લીપર ચપ્પલ પડેલ છે .તેની વાત સાંભળી ત્યાં તાપસ કરવા ગયા હતા ત્યારે ત્યાં નું દ્રશ્ય જાેઈ તેમના પર આભ તૂટી પડ્યું હતું બ્રિઝના પીલ્લર સાથે નાયલોનના દોરડા સાથે રાધેશ્યામ ગળે ફાંસો ખાઇ લટકેલ હાલત માં દેખાઈ આવ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution