પરિણીતાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ મામલે એફઆઈઆર નોંધાઈ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, ઓગ્સ્ટ 2026  |   990

ખંભાત તાલુકા ભાજપા યુવા મોરચાના કારોબારી સભ્ય અને તેના મિત્ર વિરુદ્ધ ૨૧ વર્ષની પરણિતા પર અવારનવાર દુષ્કર્મ ગુજારવા, અશ્લીલ વીડિયો-ફોટા ઉતારી બ્લેકમેઇલ કરવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપો સાથે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ચકચારી ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર ખંભાતના એક ગામમાં રહેતો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલો વિજય રાવજીભાઈ ચૌહાણ જે તાલુકા ભાજપ યુવા મોરચામાં કારોબારી સભ્ય છે. જૂન ૨૦૨૫માં સોશિયલ મીડિયા દ્વારા પીડિત પરિણીતાના સંપર્કમાં આવ્યો હતો. વાતોના જાળમાં ફસાવી તેણે મહિલા સાથે સંબંધ બાંધ્યા હતા અને વાંધાજનક ફોટા પાડી લીધા હતા. ત્રણેક મહિના બાદ આ બાબતની જાણ પરિણીતાના પરિવારને થતાં સામાજિક પંચ સમક્ષ બેઠક યોજાઈ હતી, જ્યાં વિજયે માફી માંગી તમામ ફોટો-વીડિયો ડિલીટ કરી દેવાની ખાતરી આપી હતી. જાેકે, સંબંધ પૂરો થયા છતાં આરોપીએ ફોટો-વીડિયો ડિલીટ કર્યા નહોતા. ગત જાન્યુઆરી મહિનામાં સીવણકામ માટે જતી વેળાએ આરોપીએ રસ્તો રોકી, અશ્લીલ સામગ્રી વાઈરલ કરવાની ધમકી આપી પરણિતાને ગેસ્ટ હાઉસ ખાતે લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આરોપીએ પોતાના મિત્ર કિરણ જાદવને પણ સામેલ કર્યો હતો. બંનેએ ગેસ્ટ હાઉસમાં વારાફરતી દુષ્કર્મ આચરી તેના વીડિયો શૂટ કરી લીધા હતા અને આ વીડિયોના આધારે પીડિતાને સતત બ્લેકમેઇલ કરતા હતા. એટલું જ નહીં, આરોપીઓએ પરિણીતાને તેના પતિ અને સાસરિયાઓને ઘેનની ગોળીઓ આપી દેવા દબાણ કર્યું હતું અને ન કરવા પર પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ પર પણ ગંભીર આક્ષેપ, જીઁ સમક્ષ રજૂઆત બાદ હ્લૈંઇ શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને પીડિતાએ સમગ્ર આપવીતી પોતાના પતિને જણાવ્યા બાદ ૪ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી હતી. આક્ષેપ છે કે સ્થાનિક પોલીસે તુરંત કોઈ એફ.આઈ.આર. નોંધી નહોતી અને પીઆઈ પી.એચ. નાયી તથા પીએસઆઈ મકવાણા દ્વારા મહિલા પોલીસની ગેરહાજરીમાં ૯ કલાક સુધી પૂછપરછ કરી સમાધાન માટે દબાણ કરાયું હતું. સ્થાનિક પોલીસની શંકાસ્પદ કામગીરી સામે આવતા પીડિત પરિવાર જિલ્લા પોલીસ વડા જી.જી. જસાણી સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યો હતો. એસ.પી.ના કડક આદેશ બાદ પોલીસ હરકતમાં આવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution