/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ગાંગુલી VS શાહ,ટેનિસ બોલમાં ફ્રેન્ડલી ઉદ્ઘાટન મેચ રમશે 

અમદાવાદ

આગામી ૨૪ ડિસેમ્બરને ગુરુવારે અમદાવાદ ખાતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાર્ષિક સાધારણસભા યોજાઇ રહી છે તે અગાઉ આઈસીસી મેચ રેફરી જવાગલ શ્રીનાથે મોટેરા સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યું હતું તેમની સાથે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ) અને સ્ટાર સ્પોર્ટ્સના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.

આ ઉપરાંત નવા બનેલા મોટેરા સ્ટેડિયમમાં બુધવારે સૌરવ ગાંગુલી અને જય શાહ ઇલેવન વચ્ચે ટેનિસ બોલમાં ફ્રેન્ડલી ઉદ્ઘાટન મેચ પણ રમવામાં આવશે. આ મેચ દ્વારા મોટેરા સ્ટેડિયમની ફ્લડ લાઇટનું પણ પરીક્ષણ કરવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે મોટેરા સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે અને તેમાં ૧,૧૪,૦૦૦ પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા છે. 

મોટેરા સ્ટેડિયમ ખાતે રમાનારી ઉદ્ઘાટન મેચ માટે બીસીસીઆઈના સભ્યોને બે જૂથમાં વહેંચવામાં આવશે. આ બન્ને ટીમને અનુક્રમે બીસીસીઆઈના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી અને બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ લીડ કરશે. ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનમાં જોરદાર ભાગીદારી માટે જાણીતી આ જોડી પિચ પર પ્રથમવાર સામસામે આવી જશે. આ મેચના રેફરી તરીકેની કામગીરી ભૂતપૂર્વ આઈપીએલ ચેરમેન રાજીવ શુક્લા બજાવશે. 

આગામી ૨૪ ડિસેમ્બરને ગુરુવારે અમદાવાદમાં બીસીસીઆઈની વાર્ષિક સાધારણસભા યોજાઇ રહી છે.બોર્ડના મોટાભાગના અધિકારીઓ અમદાવાદ આવી ગયા છે. એજીએમમાં હૈદરાબાદ બોર્ડના અઝહરુદ્દીન સહિત બીસીસીઆઈ ઈલેક્ટોરલ બોર્ડના ૨૮ સભ્યો હાજર રહેશે. 

આયોજન અનુસાર આ એજીએમ મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાવાની હતી પરંતુ છેલ્લે મળતા અહેવાલો અનુસાર બોર્ડના અધિકારીઓને જે હોટેલમાં રાખવામાં આવ્યા છે ત્યાં જ એજીએમ યોજાઇ શકે છે. મંગળવારે તમામ અધિકારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે એજીએમમાં આઈપીએલની ૨૦૨૨માં ૧૦ ટીમ બનાવવા પર સહમતી ઊભી થાય તેવી શક્યતા છે. હાલમાં આઠ ટીમો છે. જો કે તેનો અમલ ૨૦૨૧માં નહી થઇ શકે કેમ કે નવા સત્ર અગાઉ નવી ટીમોને તૈયારી કરવા માટે પૂરતો સમય મળતો નથી. તેથી ૧૦ ટીમ સાથેની આઈપીએલનો અમલ ૨૦૨૨થી કરવામાં આવે તેવી શક્યતા છે. વલી આગામી સત્ર પહેલાં ખેલાડીઓની લિલામી કરવા માટે પણ વધારે સમય રહ્યો નથી.એટલું જ નહીં ૧૦ ટીમ હોય એટલે આઈપીએલની મેચ ૯૪ થઇ જાય જે લગભગ અઢી મહિનામાં આયોજિત થઇ શકે. તેને કારણે આંતરરાષ્ટ્રીય કેલેન્ડર પર પણ અસર થઇ શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution