દિલ્હી-

આજે અખા ત્રીજની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર સોનુ ખરીદવું શુભ માનવામાં આવે છે. જો તમે પણ આ શુભ દીવસે સોનુ ખરીદવા ઇચ્છતા હોવ તો પેટીએમ તમારા માટે ધમાકેદાર ઓફર લઈને આવ્યું છે. આ ઓફર હેઠળ પેટીએમ સોનુ ખરીદવા વાળાને એક્સ્ટ્રા ગોલ્ડ આપી રહ્યું છે. એ ઉપરાંત, Paytm સોનનાની ખરીદી પર કેશબેક ઓફર પણ આપી રહ્યું છે. આ ઓફર 14 મે, 2021 રાત્રે 11.59 સુધી વેલીડ છે.

જણાવી દઈએ કે Paytm પર વેચાતું સોનુ 24 કેરેટ 99.9 શુદ્ધતા વાળું છે. અહીં તમારા તરફથી ખરીદવામાં આવતું સોનુ એક સુરક્ષિત લોકરમાં રાખવામાં આવે છે. તમે જયારે ઈચ્છો ત્યારે સોનાની ડિલિવરી લઇ શકો છો. પેટીએમ ઓફર હેઠળ જો તમે સોનુ ખરીદો છો તો તમને દરેક પર એક્સ્ટ્રા ગોલ્ડ મળશે. તમારે ઓછામાં ઓછા 1000 રૂપિયા સુધીનું સોનુ ખરીદવું પડશે. મિનિમમ 1000 રૂપિયાના સોનાનો ઓર્ડર આપવા મારે પોતાનો કોડ નાખવો પડશે. ત્યાર [પછી 2100 રૂપિયા સુધી એક્સ્ટ્રા ગોલ્ડ મળશે.