લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓગ્સ્ટ 2026 |
2178
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ૮, ૯ અને ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતના સંવિધાનના અનુચ્છેદ ૧૭૪(૧) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને વિધાનસભાના સત્રનું સત્તાવાર આહ્વાન કર્યું છે. સત્રનો પ્રારંભ ૮ સપ્ટેમ્બરના રોજ બપોરે ૧૨ વાગ્યે ગાંધીનગર સ્થિત વિધાનસભા ગૃહમાં થશે.વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ૮, ૯ અને ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.રાજ્યપાલ દ્વારા વિધાનસભાના સત્રનું સત્તાવાર આહ્વાન કરવામાં આવ્યું છે. આ વખતનું ચોમાસુ સત્ર ત્રણ દિવસનું રહેશે. સત્ર દરમિયાન સરકાર મહત્વના વિધેયકો રજૂ કરશે તેમ જણાવ્યું હતુ આ વખતે જમીન ટુકડા ધારા સહિતના સુધારા વિધેયકો વિધાનસભામાં રજૂ કરાશે. સરકારના વિધાનકાર્ય ઉપરાંત જનહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે.રાજ્યના વિકાસ અને વહીવટી કામગીરી સંબંધિત મુદ્દાઓ પણ સત્રમાં ચર્ચાનો વિષય બનશે. ચોમાસુ સત્રને ધ્યાનમાં રાખીને વિધાનસભાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આગમી સમયમાં આવશે.