ગુજરાત બજેટ 2026 : યુવા, અન્નદાતા અને નારીશક્તિ માટે ભુપેન્દ્ર સરકારની મોટી ભેટ !!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, ફેબ્રુઆરી 2026  |   2079

ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું વર્ષ 2026-27નું બજેટ રાજ્યના સર્વાંગી વિકાસ માટે 'GYAN' (ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ) સ્તંભો પર આધારિત છે. આ બજેટમાં યુવા શક્તિને પ્રાધાન્ય આપતા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અને નમો ગુજરાત કૌશલ્ય મિશન દ્વારા શિક્ષણ અને રોજગારલક્ષી કૌશલ્ય પર ભાર મૂકવામાં આવ્યો છે.

જે અંતર્ગત હજારો વિદ્યાર્થીઓને આર્થિક સહાય અને આધુનિક તાલીમ મળશે. અન્નદાતા એટલે કે ખેડૂતો માટે ટેકનોલોજી આધારિત ખેતી અને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે જંગી જોગવાઈ કરવામાં આવી છે, જેમાં સિંચાઈની સગવડો વધારવા અને પશુપાલકો માટે ગૌમાતા પોષણ યોજના જેવી મહત્વની પહેલોનો સમાવેશ થાય છે.

ખાસ કરીને નારીશક્તિ માટે નમો લક્ષ્મી યોજના દ્વારા દીકરીઓના શિક્ષણને સુનિશ્ચિત કરવા અને ગંગા સ્વરૂપા બહેનોની આર્થિક સુરક્ષા માટે મોટા પાયે ફંડ ફાળવાયું છે. આ સાથે જ, રાજ્યમાં આરોગ્ય સેવાઓના વિસ્તરણ માટે સરકારી હોસ્પિટલોમાં મફત IVF સુવિધા અને આવાસ યોજનાઓ દ્વારા સામાન્ય માનવીના જીવનસ્તરને ઊંચું લાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. એકંદરે, આ બજેટ કોઈ પણ નવા કરવેરા વગર માળખાકીય સુવિધાઓ, પર્યટન અને સામાજિક કલ્યાણને સંતુલિત કરી 'વિકસિત ગુજરાત'ના વિઝનને સાકાર કરવા તરફ મક્કમ ડગલું માંડે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution