લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, નવેમ્બર 2026 |
3168
અમેરિકન વાયુસેનાની ક્લાઉડ કમ્પ્યુટિંગ સિસ્ટમ ક્લાઉડ વનને હેકર્સે નિશાન બનાવી છે. આ સિસ્ટમમાં એર ડિફેન્સ રડાર, સૈન્ય વિમાનો, મિસાઇલો, જવાનોના રેકોર્ડ અને સૈન્ય સામાન સાથે જાેડાયેલી મહત્વપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે.
રોઇટર્સના જણાવ્યા અનુસાર, લગભગ એક મહિના પહેલાં સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવી રહી હતી ત્યારે હેકિંગની જાણ થઈ હતી. ત્યારથી ક્લાઉડ વનના અનેક કામકાજ પ્રભાવિત થયા છે.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમેરિકન સેનાની સાયબર કમાન્ડ તપાસ કરી રહી છે. તે જાણવા પ્રયાસ કરી રહી છે કે હેકર્સ સિસ્ટમમાં કેટલી હદ સુધી પહોંચ્યા અને તેમણે કઈ-કઈ માહિતી મેળવી.
જાેકે, હજી એ સ્પષ્ટ નથી કે હેકર્સ કોણ છે અને શું તેમણે કોઈ ડેટા ચોર્યો છે. અમેરિકન વાયુસેનાએ પણ આ મામલે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો છે.
ક્લાઉડ વનની શરૂઆત ૨૦૧૭માં થઈ હતી. તેને અમેરિકન વાયુસેનાની અલગ-અલગ આઈટી સિસ્ટમ્સને એક જગ્યાએ લાવવા માટે બનાવવામાં આવ્યું હતું. તેમાં માઇક્રોસોફ્ટ, એમેઝોન, ઓરેકલ અને ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટની ક્લાઉડ સેવાઓનો ઉપયોગ થાય છે.
આ સિસ્ટમમાં જવાનોનો રેકોર્ડ, તેમનો પગાર, સૈન્ય સામાન અને વિમાનોની મરામત સાથે જાેડાયેલી માહિતી રાખવામાં આવે છે.
સિસ્ટમમાં ઘૂસણખોરીની જાણ થયા બાદ અમેરિકી વાયુસેનાએ અનેક કામો અટકાવી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જૂની સૈન્ય એપ્લિકેશનને ક્લાઉડ વન પર શિફ્ટ કરવાનું કામ હાલમાં અટકાવી દેવામાં આવ્યું છે.
આ ઉપરાંત, આ સિસ્ટમ પર અગાઉથી ચાલી રહેલી એપ્લિકેશનને અપડેટ કરવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે.