રાજકોટ-

કોરોના મહામારીની સાથો સાથ રાજકોટમાં ગરમીનો પારો પણ ઉપર ચડી રહ્યો છે. જેથી એક તરફ કોરોનાની બિમારી તો બીજી બાજુ આકાશમાંથી આગ ઝરતી ગરમી એમ રાજકોટવાસીઓએ બંને બાજુએથી પીસાવવાનો વારો આવ્યો છે. રાજકોટમાં આગામી બે દિવસ હીટવેવની આગાવી વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ મનપાએ હિટવેવને લઇને એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ગરમીમાં વધારો થયો છે. જેમાંથી રાજકોટ પણ બાકાત નથી. રાજકોટમાં આજે પણ આકાશમાંથી અગનજ્વાળાઓ વરસી રહી છે. ગઇકાલના ૪૧ ડીગ્રી તાપમાન નોંધાતા મહાનગરપાલીકાએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગ દ્રારા ૨ દિવસ માટે સૌરાષ્ટ્રમાં હીટ વેવની આગાહી કરી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીનો પારો ૪૦ ડીગ્રીને પાર કરી ગયો છે. રાજકોટ ગરમીનો પારો ૪૧ ડીગ્રીએ પહોંચતા રાજકોટ મહાનગરપાલીકા દ્રારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હજું પણ બે દિવસ હિટવેવ રહેવાની હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી છે.

આમ આકરી ગરમીના વરતારાને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલીકાનાં આરોગ્ય વિભાગ દ્રારા હિટવેવને લઇને એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.