/
અહીં,એક જ દિવસમાં ૩૪ રિક્ષાચાલકો કોરોના સંક્રમિત

સુરત

રાજ્યના સુરત જિલ્લામાં એક ખાસ ઝુંબેશ હેઠળ કોવિડ-૧૯ સંબંધી તપાસમાં એક જ દિવસમાં કમસે કમ ૩૪ રિક્ષાવાળા કોરોના સંક્રમિત માલૂમ પડ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે સુરતમાં હાલમાં જ કોવિડ-૧૯ના કેસોમાં વધારો નોંધાયો છે અને સોમવારે અહીં ૪૨૯ નવા કેસો નોંધાયા છે. તેમણે કહ્યું હતું કે રિક્ષાચાલકો, શાકભાજી વેચતા ફેરિયાઓની કોરોનાની તપાસ કરવામાં આવે છે. જે સંક્રમિત માલૂમ પડે તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવે છે. સુરત મહાનગરપાલિકના કમિશનર બીએન પાણીએ પત્રકારોને કહ્યું હતું કે સોમવારે કમસે કમ ૩૪ રિક્ષાચાલકો કોરોના સંક્રમિત માલૂમ પડ્યા હતા.

તેમણે લોકોને રિક્ષામાં પ્રવાસ કરતી વખતે માસ્ક પહેરવાની ખાસ અપીલ કરી હતી, શહેરમાં સંક્રમણની શૃંખલાને તોડવા માટે મનપાએ બજારોમાં વેપારીઓની કોરોનાની તપાસ કરવાની શરૂઆત કરી હતી. શહેરમાં કોરોનાના કુલ ૪૫,૧૮૨ કેસો નોંધાયા છે, જેમાં ૪૨,૫૪૪ લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે. અહીં કોરોનાને લીધે ૮૬૨ લોકોનાં મોત થયાં છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution