દાહોદ : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. આર.ડી.પહાડીયા અને એપેડેમિક મેડીકલ ઓફીસર ર્ડા.રાકેશ વહોનીયાના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા જાહેર કરેલ કોવીડ-૧૯ માર્ગદર્શિકાનુ પાલન થાય તે રીતે તમાકુ નિયંત્રણ સેલ જિલ્લા પંચાયત દાહોદ દ્વારા સિકલસેલ કાઉન્સેલરની ટ્રેનિંગ યોજાઇ હતી.એપેડેમિક મેડીકલ ઓફીસર ર્ડા. રાકેશ વહોનીયા દ્વારા હાલમાં ફેલાયેલા કોરોનાના સમયગાળા દરમ્યાન રાખવાની થતી તકેદારી અને કાઉન્સેલીંગ દ્વારા લોકોમાં કોરોના વાયરસનો ડર કેવી રીતે દુર કરવો વિશે માહિતી અપાઇ હતી. ટ્રેનિંગમા સાયકોલોજીસ્ટ રાઠોડ શૈલેષ અને સોશ્યલ વર્કર મયંક પટેલ દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી સિકલસેલ કાઉન્સેલરને તમાકુ વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. જેથી તમાકુ વ્યસન મુક્તિ અંગેનો સંદેશ દર્દીઓ સુધી પહોંચે.