નડિયાદ, તા.૮ 

ખેડા જિલ્‍લાના જિલ્‍લા કક્ષાની ૧૫મી ઓગષ્‍ટની ઉજવણી નડિયાદ એસ.આર.પી. કેમ્પ ખાતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્‍દ્રભાઇ ત્રિવેદીના વરદ હસ્‍તે થનાર છે. આ ઉજવણીની તૈયારીના ભાગ રૂપે આજે જિલ્‍લા કલેકટર કચેરી ખાતે જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્‍લાના ઉચ્‍ચ અમલીકરણ અધિકારીઓ દ્વારા તેઓના વિભાગની માહિતી કલેકટર આઇ.કે.પટેલએ મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, જિલ્‍લા પોલીસ વડા દિવ્‍ય મિશ્ર, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા તથા જિલ્‍લા ઉચ્‍ચ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.