વડોદરા,તા.૨૪

વિવિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ગણિત વિષયો માટે રૂચિ પેદા થાય અને અને તેમની આ વિષયોમાં પ્રતિભા વિકસે તે માટે પરિવાર વિધાલય દ્વારા વિજ્ઞાન- ગણિત નો ફેરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ફેરમાં શાળાનાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લિધો હતો. અને વિજ્ઞાન- ગણિત વિષયોના સ્ટેટિક ત્થા વર્કિગ મોડલનાં વિવિધ પ્રોજેકટ રજુ કર્યા હતા. આ ફેરમાં પરિવાર વિધાલય સહિત શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓ તેમને રજુ કરેલ પ્રોજેકટની ઉપયોગિતા અંગેની સમજ પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને આપી હતી પરિવાર વિધાલયનાં ટ્રષ્ટ્રીઓ, શિક્ષકો અને વાલીઓએ ફેરમાં ભાગ લઇ રહેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.