02, મે 2024
1386 |
મહીસાગર જિલ્લામાં વાસમો કચેરી દ્વારા કાર્યવાહીના ભાગરૂપે કામ કરનાર એજન્સીઓને બાનમાં લઈ ૨૬ જેટલી એજન્સીઓની ડી બાર કરી રિકવરી ના જે આદેશ કર્યા તેમાં કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન તો કે રિકવરી સેની છે ગામમાં પાઇપલાઇન કનેકશન અને નિયમિત પાણી મળતું હોવા છતાં સતા નો ઉપયોગ કરી પુરે પુરી રિકવરીના આદેશ કરતા અનેક તર્ક ઉભા થયા હતા. “નલ સે જલ” યોજનાના કરોડો રૂપિયા ના કૌભાંડ થયું હોવાના અનુમાનને લઈ મહીસાગર જિલ્લામાં વાસમો કચેરીના યુનિટ મેનેજર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી ૨૬ જેટલી એજન્સીઓને ડી બાર કરીને પાણી પુરવઠા બોર્ડ અને વાંસમોના કામોમાં ભાગ લઈ શકશે નહીં તેવા ગાંધીનગર કચેરીના આદેશની કોન્ટ્રાક્ટરોમાં પણ ભારે સંનાટો પ્રસરી જવા પામ્યો હતો. જે આદેને ૨૬ જેટલી એજન્સીઓને ડી બાર કરવાના આદેશ થી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવતા કોર્ટ દ્વારા ડી બાર નો આદેશ રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. એજન્સીઓને ત્રણ વર્ષ માટે ડી બાર કરવામાં આવી હતી ત્યારે ડી બાર થયેલી એજન્સીઓ દ્વારા નામદાર હાઇકોર્ટના આદેશ બાદ ગાંધીનગર પાણી પુરવઠા વિભાગના મુખ્ય ઈજનેર દ્વારા પત્ર લખી આ એજન્સીઓને ડી બાર ના આદેશ ને રદ કરવા જણાવતા ગત ઉનાળામાં પાણીના પ્રશ્નોનોને લઈ વેન્ડર પ્રમાણે યોગ્ય ગુણવત્તાની પાઇપ લઈ તતાકાલિક કામ કરવા વસમો કચેરી દ્વારા પ્રેસર કરી યુદ્ધના ધોરણે કામ કરાવેલ હાલ નલ સે જળ યોજના હેઠળ જીલ્લા ના ૭૩૩ માંથી અંદાજીત ૫૦૦ ઉપર ગામ માં પાણી પુરવઠો શરૂ હોવા છતાં તંત્ર દ્વારા રિકવરી ના આદેશ કરવામાં આવ્યા છે તે કોના ઈશારે કે ઈરાદા પૂર્વક તે મોટું રહસ્ય છે.