નરોડામાં ૧.૧૭ કરોડનું હાઈ-પ્રોફાઈલ કોકેઇન જપ્ત,૨૦ હજાર માટે કોલેજિયન પેડલર બન્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ઓગ્સ્ટ 2026  |   1683

અમદાવાદ શહેર હવે ધીમે ધીમે ડ્રગ્સ માફિયાઓનું એપી-સેન્ટર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં વપરાતું અને સૌથી મોંઘું ગણાતું નશાકારક ડ્રગ્સ કોકેઇન મોટા પાયે ઘૂસાડવાનો પર્દાફાશ થયો છે. નરોડા પોલીસે નાના ચિલોડા પાસેથી એક એવા શખ્સને ઝડપી પાડ્યો છે, જેની પાસેથી ૨૩૪ ગ્રામ કોકેઇન મળ્યું છે, જેની બજાર કિંમત સવા કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. ડ્રગ્સ ક્યાંથી આવ્યું, કોને આપવાનું હતું અને આ નેટવર્ક પાછળ કોણ છે? અને કોકેઇન ડ્રગ્સના કાળા કારોબારના મૂળ ક્યાં સુધી છે તેને લઈને નરોડા પોલીસે વધુ તપાસ હાથધરી છે

અમદાવાદમાં યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ માફિયાઓ હવે કોલેજના વિદ્યાર્થીઓનો જ ઉપયોગ કરવા લાગ્યા છે. નરોડા પોલીસની સર્વેલન્સ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક શખ્સ નાના ચિલોડા તરફથી નશાકારક પદાર્થ લઈને આવી રહ્યો છે. નરોડા પોલીસની આ બાતમીના આધારે નરોડા પોલીસે નરોડા વિસ્સંતારના જયગાંધીનગર સોસાયટી પાસે વોચ ગોઠવી અને પિસ્તા કલરનું શર્ટ પહેરેલા એક શંકાસ્પદ યુવકને ઊભો રાખવામાં આવ્યો હતો જેની તપાસ કરવા માં આવી હતી ત્યારે યુવકની તલાશી લેતા પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ... યુવક પાસેથી પાસેથી ૨૩૪.૦૧ ગ્રામ હાઈ ક્વોલિટીનું ગેરકાયદેસર કોકેઇન મળી આવ્યું, જેની બજાર કિંમત ૧ કરોડ ૧૭ લાખ ૫૦૦ રૂપિયા આંકવામાં આવી રહી છે

નરોડા પોલીસની પૂછપરછ અને તપાસમાં પકડાયેલા આરોપીનું નામ નરેશ મેઘારામ સૈન હોવાનું સામે આવ્યું છે. જે ૨૨ વર્ષીય નરેશ સૈન મૂળ રાજસ્થાનના જાલોરનો વતની છે અને તે હજુ કોલેજમાં અભ્યાસ કરે છે. નરેશ સૈન પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેને ઉદયપુર બસ સ્ટેન્ડ ખાતે એક અજાણ્યા શખ્સે આ કોકેઇન ભરેલું પાર્સલ આપી ગયો હતો. કોકેઇન ડ્રગ્સની ડિલિવરી અમદાવાદમાં રવિ કુમાર નામના શખ્સને શાહીબાગના નમસ્તે સર્કલ પાસે કરવાની હતી. ત્યારે પેડલર નરેશ સૈન રવીને ડિલીવર કરે એ પહેલાં જ નરોડા પોલીસના હાથે આવી ચઢ્યો હતો. ત્યારે નરોડા પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે નરેશ સૈન માત્ર એક ડિલિવરી બોય છે અને નરેશ સૈન ને એક ડિલિવરી કરવાના ૨૦,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્યારે નરેશ સૈન પૈસાની લાલચમાં ડ્રગ્સના મોટા નેટવર્કનો પ્યાદુ બની ગયો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution