હોર્મુઝને અમેરિકાનો નવો વિસ્તાર ગણાવ્યો, સોશિયલ મીડિયા પર નક્શો પણ શેર કર્યો!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, ઓગ્સ્ટ 2026  |   5940

અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો નકશો પોસ્ટ કરી તેને ‘NEW U.S. Territory’ ગણાવતા ખળભળાટ મચ્યો છે. ટ્રૂથ સોશિયલ પર પોસ્ટ કરાયેલા આ નકશામાં ઈરાન અને ઓમાન વચ્ચેના આ મહત્વપૂર્ણ જળમાર્ગને અમેરિકાનો નવો વિસ્તાર દર્શાવાયો છે. ટ્રમ્પે હોર્મુઝ પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ હોવાનો દાવો કર્યો છે. ઈરાને ટ્રમ્પના દાવાઓને ફગાવીને યુદ્ધવિરામ ન થાય ત્યાં સુધી હોર્મુઝ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો નકશો પોસ્ટ કરીને તેને ‘NEW U.S. Territory’ ગણાવી છે. આ નકશામાં ઈરાન અને ઓમાન વચ્ચે આવેલા આ મહત્ત્વના દરિયાઈ જળમાર્ગને ઘેરીને તેને અમેરિકાનો નવો વિસ્તાર દર્શાવવામાં આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જાગી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોસ્ટ કરાયેલા ગ્રાફિકમાં ઈરાન અને ઓમાન વચ્ચે આવેલા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નિશાન બનાવી તેની ઉપર ‘NEW U.S. Territory’  લખવામાં આવ્યું છે. આ અગાઉ પણ તેમણે જણાવ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને અમેરિકાનો પ્રદેશ જાહેર કરી શકે છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે હોર્મુઝ પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ છે અને તે તેને પોતાની પાસે જ રાખશે. તેમણે અમેરિકન નેવીની નાકાબંધીને સ્ટીલની દીવાલ ગણાવીને કહ્યું હતું કે ઈરાનનું લશ્કરી માળખું નષ્ટ થઈ ગયું છે અને ત્યાં ૩૦૦% મોંઘવારી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution