/
અંબાજીમાં રૂ. ૧૫ કરોડના ખર્ચથી અતિથિગૃહનું નવનિર્માણ કરાયું

અંબાજી : આવતીકાલ ૨૩મીએ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે અધતન નવીન સર્કિટ હાઉસનું લોકાર્પણ કરવામાં આવશે. વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીનો દિન-પ્રતિદિન ખુબ ઝડપથી વિકાસ થઇ રહ્યો છે અને યાત્રાળુઓની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૧૫ કરોડના ખર્ચથી નિર્માણ પામેલ નવીન અતિથિગૃહ અંબાજી યાત્રાધામની સુવિધામાં વધારો કરશે. અંબાજીમાં કુલ ૨૭ રૂમની સુવિધાવાળા આ અતિથિ ગૃહમાં ૩- વી.વી.આઇ.પી. રૂમ, ૬- વી.આઇ.પી. રૂમ, ૮ – ડબલ બેડના ડીલક્ષ રૂમ, ૬- સીંગલ બેડના ડીલક્ષ રૂમ, ૩- પાંચ બેડના ડોરમેટ્રી રૂમ અને ૧- દસ બેડના ડોર મેટ્રી રૂમનો સમાવેશ થાય છે. રીસેપ્શન, પ્રતિક્ષા કક્ષ, કોન્ફરન્સ રૂમ, ઓફિસ રૂમ, વી.આઇ.પી. ડાયનીંગ રૂમ, જનરલ ડાયનીંગ રૂમ, ટોયલેટ, સ્ટોર રૂમ, રસોડું, ફુલ ફર્નિચર, એ. સી. અને લીફ્ટ સહિતની સુવિધા સાથે કુલ- ૩૭૬૬.૭૫ ચો. મી.માં બાંધકામ કરી આધુનિક સુવિધાઓથી સજ્જ અતિથિગૃહ બનાવાયું છે તેમ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર પંડ્યાએ જણાવ્યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution