/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ખેતરમાં હળમાં બળદના સ્થાને હતી 2 યુવતીઓ, સોનૂ સૂદે મોકલ્યું ટ્રેક્ટર

ફિલ્મ અભિનેતા સોનૂ સૂદ જરૂરિયાતમંદોની સતત મદદ કરી રહ્યો છે. હવે સોનૂએ આંધ્ર પ્રદેશના ચિત્તૂરના એ પરિવારની મદદ કરી છે, જે ખેડૂત પરિવારની બે યુવતીઓ ખેતરમાં બળદોના સ્થાને પોતે હળને ખેંચી ખેતર ખેડતા જોવા મળી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યાર પછી સોનૂ સૂદે આ ખેડૂત પરિવારે ટ્રેક્ટર મોકલી આપ્યું. ત્યાર પછી તેલુગુ દેશન પાર્ટીના નેતા ચંદ્રબાબૂ નાયડૂએ બંને યુવતીઓના શિક્ષણની વ્યવસ્થા કરવાનું વચન આપ્યું છે.

ચિત્તૂરના મદનાપલ્લે ગામના નાગેશ્વર રાવની પાસે ન તો બળદ છે અને ન તો ભાડેથી બળદને લેવા માટેના પૈસા છે. કોરોના વાયરસ મહામારી અને લોકડાઉનને કારણે તેમની પાસે કોઇ જમા રકમ પણ બચી નહોતી. આ પરિસ્થિતિમાં પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખેતર ખેડવું જરૂરી હતું, પણ ખેડવા માટે કોઈ સાધન નહોતું. મજબૂરીમાં પિતાએ ખેતરમાં હળને ખેંચવા માટે પોતાની બે દીકરીઓને લગાવી અને તેની પત્ની હળની પાછળ ખેતરમાં બીજ વાવવાનું કામ કરવા લાગી. આનો વીડિયો વાયરલ થયો હતો.

સોનૂ સૂદે આ વીડિયો જોયા પછી નાગેશ્વર રાવના પરિવારની સહાયતા કરવામાં જરા પણ વાર લગાવી નહીં. તેણે આ પરિવારને ટ્રેક્ટર મોકલી આપ્યું. આંધ્રપ્રદેશના અંતરિયાળ ગામમાં રહેનારા નાગેશ્વરના ઘરે આ ટ્રેક્ટરની ડિલિવરી થઇ. નાગેશ્વર રાવે સોનૂ સૂદના આ સ્પેશ્યિલ ભેટ માટે તેની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, મોટા પરદે ભલે સોનૂ સૂદ વિલેનનું પાત્ર ભજવે છે, પણ ખરા જીવનમાં તે અમારરા માટે હીરો છે. હું અને મારો પરિવાર સોનૂ સૂદના આ ઉપકાર માટે તેમને નમન કરીએ છીએ.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution