મુબઇ 

 અનુષ્કા શર્મા હાલમાં વિરાટ કોહલીની સાથે દુબઇમાં છે જ્યાં IPLની મેચ ચાલી રહી છે. અહીં અનુષ્કા અને વિરાટ અહીં ક્વોલિટી ટાઇમ વિતાવી રહ્યાં છે. જ્યાં પહેલાં વિરાટે તેમની તસવીર શેર કરી જેમાં તે બિચ પર છે અને સમુદ્રમાં નહાઇ રહ્યાં છે. જ્યારે આજે અનુષ્કાએ તેની તસવીરો શેર કરી છે જેમાં તેનાં પેટનો ઉભાર સ્પષ્ટ જોઇ શકાય છે,અનુષ્કા શર્મા આ તસવીરોમાં વ્હાઇટ કલરની ટિશર્ટ અને પીચ કલરની ડન્ગ્રી પહેરેલી નજર આવે છે.અનુષ્કા શર્માની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. આ તસવીરો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યુ છે, મારુ ખીસ્સુ સુર્ય કિરણોથી ભરેલું છે.. અનુષ્કાની આ તસવીરો પર દિયા મિર્ઝા, મૌની રોય અને સોનાલી બેન્દ્રે જેવાં સેલિબ્રિટીઝે પણ કમેન્ટ કરી છે.