મુંબઇ 

અલી ગોની એક ફેમસ ટીવી એક્ટર છે. જે હાલ 'બિગ બોસ 14'માં પોતાની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીને લઈને ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, નવેમ્બરના પહેલા અઠવાડિયામાં અલી ગોની બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરશે. અલી ગોની ટીવી શો 'યે હૈ મહોબ્બતે'માં રોમી ભલ્લાના કેરેક્ટરથી ચર્ચામાં આવ્યો હતો. તેણે પોતાના કરિયરની શરુઆત 2012માં 'સ્પ્લિટ્સવિલા 5'થી કરી હતી. અમે તમને અલી ગોનીની જિંદગી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો અને અન્ય પાસાઓ વિશે જણાવી રહ્યાં છીએ.

કોણ છે અલી ગોની?

અલી ગોની એક ફેમસ ટીવી એક્ટર છે અને હાલ ટીવીમાં સક્રિય છે.અલી ગોનીનો જન્મ જમ્મુ કાશ્મીરના ભદ્રવાહમાં 25 ફેબ્રુઆરી 1991ના રોજ થયો હતો.અલી ગોનીના પરિવારમાં માતા પિતા ઉપરાંત ભાઈ અર્સલાન ગોની છે અને બે બહેનો છે.અલી ગોનીની ઉંમર 29 વર્ષ છે. નિકનેમ અલીબાબા છે.

અલી ગોની સિંગલ છે. તે પહેલા મોડલ નતાશા સ્ટેનકોવિકને ડેટ કરી રહ્યો હતો પરંતુ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. જે પછીથી નતાશાએ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા હતાં.