ભારત-બેલ્જિયમના સંબંધો ઐતિહાસિક : મોદી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, સપ્ટેમ્બર 2026  |   3663

ભારત યુરોપિયન યુનિયન અને યુરોપ સાથે તેના સંબંધોને મજબૂત બનાવી રહ્યું છે. આ સંદર્ભમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બેલ્જિયમના વડા પ્રધાન બાર્ટ ડી વેવર સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ રાજધાનીના હૈદરાબાદ હાઉસ ખાતે મળ્યા હતા.અગાઉ, વડા પ્રધાન ડી વેવરે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ફૂલો અર્પણ કર્યા હતા. બેલ્જિયમના વડા પ્રધાને રાજઘાટ ખાતે મુલાકાતીઓની પુસ્તિકામાં પણ હસ્તાક્ષર કર્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે ભારત-બેલ્જિયમ સંબંધો પરંપરાગત સહયોગ ક્ષેત્રોથી આગળ વધીને સંરક્ષણ અને સ્વચ્છ ઉર્જા જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં વિસ્તર્યા છે. તેમણે જાેરાવર ટેન્ક અને આંધ્રપ્રદેશમાં એક મુખ્ય ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ પર સહયોગનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં બેલ્જિયમના વડા પ્રધાન બાર્ટ ડી વેવર સાથે સંયુક્ત નિવેદન આપતી વખતે આ નિવેદન આપ્યું હતું. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, “આજે, આપણા સહયોગનો વ્યાપ પરંપરાગત ક્ષેત્રોથી આગળ વધીને સંરક્ષણ અને સ્વચ્છ ઉર્જા જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં વિસ્તર્યો છે. અમે જાેરાવર ટેન્ક જેવા આધુનિક સંરક્ષણ સાધનો પર સાથે મળીને કામ કરી રહ્યા છીએ.” અમે આંધ્રપ્રદેશના કાકીનાડામાં વિશ્વના સૌથી મોટા ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ્સમાંના એકનો પણ વિકાસ કરી રહ્યા છીએ.

તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોના ઐતિહાસિક મહત્વ પર પણ ભાર મૂકતા કહ્યું કે, “ભારત અને બેલ્જિયમના સંબંધો ઇતિહાસમાં ઊંડા મૂળ ધરાવે છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બેલ્જિયમમાં હજારો ભારતીય સૈનિકોની હિંમત અને બલિદાન આપણી સહિયારી યાદોનો મહત્વપૂર્ણ ભાગ છે. આજે, લોકશાહી મૂલ્યો, બજાર-આધારિત અર્થતંત્ર અને મજબૂત લોકો-થી-લોકોના સંબંધો આપણને કુદરતી ભાગીદાર બનાવે છે.” ભારત અને ઇયુ વચ્ચે એફટીએની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને દેશોએ રોકાણ માટે “ફાસ્ટ-ટ્રેક મિકેનિઝમ“ બનાવ્યું છે. તેમણે કહ્યું, “આ વર્ષની શરૂઆતમાં, અમે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે એક ઐતિહાસિક મુક્ત વેપાર કરાર ને અંતિમ સ્વરૂપ આપ્યું. વિશ્વની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓ વચ્ચેનો આ અભૂતપૂર્વ સહયોગ વૈશ્વિક સ્થિરતા, વિકાસ અને સહિયારી સમૃદ્ધિને વધુ મજબૂત બનાવશે. ભારતની સતત આર્થિક પ્રગતિ અને આ કરારે આપણા આર્થિક સંબંધો માટે નવી શક્યતાઓ ખોલી છે.” આજે, અમે આ સંભાવનાઓને નક્કર પરિણામોમાં રૂપાંતરિત કરવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે


બેલ્જિયમની ૧૫ કંપનીઓ ભારતમાં હથિયાર બનાવશે 

ભારત અને બેલ્જિયમ વચ્ચે ડિફેન્સ ક્ષેત્રમાં સહયોગ હવે નવી ઊંચાઈએ પહોંચવા જઈ રહ્યો છે. બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેબર અને ડિફેન્સ ક્ષેત્રની ૧૫ કંપનીઓના પ્રતિનિધિમંડળની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે લગભગ ૧૦ મોટા સંરક્ષણ કરારો થવા જઈ રહ્યા છે. આ સહયોગ હેઠળ આધુનિક ટેક્નોલોજી, રડાર, ડ્રોન, હથિયાર સિસ્ટમ અને ગોળા-બારૂદનું ભારતમાં ઉત્પાદન કરવાનો પ્રસ્તાવ છે. બેલ્જિયમની કંપનીઓ ‘મેક ઇન ઈન્ડિયા’ પ્રોજેક્ટ હેઠળ ભારતીય કંપનીઓ સાથે મળીને વિવિધ ડિફેન્સ પ્રોજેક્ટ પર કામ કરશે. તેમાં ૭૦દ્બદ્બ રોકેટનું ભારતમાં એસેમ્બલિંગ, કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ, સેન્સર અને દરિયાઈ સુરક્ષા સાથે જાેડાયેલી ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. એક પ્રોજેક્ટ હેઠળ દર વર્ષે લગભગ ૧૦ કરોડ રાઉન્ડ ગોળા-બારૂદ બનાવવાની ક્ષમતા ધરાવતું ઉત્પાદન કેન્દ્ર ઊભું કરવાની પણ યોજના છે.ભારત અને બેલ્જિયમ વચ્ચે સૈન્ય તાલીમ, અધિકારીઓની આપ-લે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, સંયુક્ત સૈન્ય અભ્યાસ અને મરીન સિક્યુરિટી જેવા ક્ષેત્રોમાં સહયોગ માટે ‘લેટર ઓફ ઈન્ટેન્ટ’ પર પણ હસ્તાક્ષર થવાના છે. બંને દેશો ડિફેન્સ ઈન્ડસ્ટ્રી માટે એક સંયુક્ત ઔદ્યોગિક રોડમૅપ તૈયાર કરવાની દિશામાં પણ આગળ વધી રહ્યા છે. ભારત અને બેલ્જિયમ વચ્ચે દરિયાઈ સુરક્ષા સહયોગનું મહત્વ પણ વધી રહ્યું છે. ભારતીય નૌસેનાના માઈન કાઉન્ટરમેઝર્સ વેસલ્સ માટે સ્વાયત્ત સિસ્ટમ, અંડરવોટર રોબોટિક્સ અને અત્યાધુનિક સેન્સર ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ થઈ રહ્યું છે. બંદરો, પાઈપલાઈન અને સમુદ્રની અંદર રહેલી મહત્વપૂર્ણ ડેટા કેબલની સુરક્ષા પણ આ સહયોગનો ભાગ બની શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution