ભારત મોસ્કો સાથેના સંબંધોને જાળવી રાખવા પ્રતિબદ્ધ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ઓક્ટોબર 2026  |   3465

ભારત અને રશિયા વચ્ચેના સંબંધો તથા રશિયન ક્રૂડ ઓઇલની આયાત ફરી એકવાર ચર્ચામાં આવી છે. યુક્રેન યુદ્ધ બાદ ભારતે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદવાનું શરૂ કર્યું હતું. આ મુદ્દે અમેરિકા સહિત પશ્ચિમી દેશો તરફથી ભારત પર સતત દબાણ જાેવા મળ્યું છે. જાેકે, ભારતે પોતાના ઊર્જા હિતોને ધ્યાનમાં રાખીને રશિયા સાથેના સંબંધો જાળવી રાખવાનો સંકેત આપ્યો છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે રશિયન તેલ અંગે ભારતનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે બાહ્ય દબાણ છતાં ભારત મોસ્કો સાથેના સંબંધોને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.

 વિદેશ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠક દરમિયાન ભારતની રશિયા પર ક્રૂડ ઓઇલ માટેની ર્નિભરતા, યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક ઊર્જા પુરવઠા અંગે ચર્ચા કરવામાં આવી હતી.યુક્રેન યુદ્ધ પહેલાં ભારતની ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાનો હિસ્સો ખૂબ ઓછો હતો. એક સમયે ભારતીય ઓઇલ બાસ્કેટમાં રશિયન ક્રૂડનો હિસ્સો ૨ ટકાથી પણ ઓછો હતો. જાેકે, યુદ્ધ બાદ પશ્ચિમી દેશો દ્વારા રશિયન તેલ પર પ્રતિબંધો અને વૈશ્વિક બજારમાં બદલાયેલા સપ્લાય પેટર્ન વચ્ચે ભારતે રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઇલની ખરીદીમાં વધારો કર્યો.બેઠક દરમિયાન રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર, ભારતની ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાનો હિસ્સો આશરે ૫૨ ટકા સુધી પહોંચ્યો હોવાનું જણાવાયું હતું. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે પરંપરાગત તેલ સપ્લાયરો પાસેથી પુરવઠા પર અસર પડતી હોવાના કારણે પણ રશિયા ભારત માટે મહત્વપૂર્ણ ઊર્જા ભાગીદાર બન્યું છે.

ચર્ચા દરમિયાન એ મુદ્દો પણ સામે આવ્યો કે યુક્રેન યુદ્ધ ચાલુ હોવા છતાં કેટલાક યુરોપિયન દેશો પોતાની ઊર્જા જરૂરિયાતો માટે રશિયા પાસેથી ચોક્કસ ઊર્જા ઉત્પાદનોની આયાત ચાલુ રાખી રહ્યા છે. ભારતનું કહેવું છે કે વૈશ્વિક ઊર્જા બજારની વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાના રાષ્ટ્રીય હિત મુજબ ઊર્જા ખરીદીના ર્નિણયો લેવા જરૂરી છે. ભારતે અનેક વખત સ્પષ્ટ કર્યું છે કે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીનો મુખ્ય ઉદ્દેશ ભારતીય ગ્રાહકો અને અર્થતંત્ર માટે ઊર્જાની સુરક્ષા જાળવવાનો છે. વૈશ્વિક સ્તરે તેલના ભાવ અને પુરવઠામાં અસ્થિરતા વચ્ચે ભારત માટે સસ્તા અને સ્થિર ક્રૂડ ઓઇલનો પુરવઠો મહત્વપૂર્ણ બની રહે છે.

જયશંકરે બેઠક દરમિયાન યુક્રેન સંઘર્ષ અંગે પણ ભારતનું વલણ રજૂ કર્યું હતું. ભારત સતત કહી રહ્યું છે કે યુદ્ધનો ઉકેલ વાતચીત અને રાજદ્વારી દ્વારા શોધવો જાેઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમજ યુક્રેનના નેતૃત્વ સાથે પણ વાતચીત કરી ચૂક્યા છે.

ભારતનો પ્રયાસ રશિયા સાથેના સંબંધો જાળવી રાખવાની સાથે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે રાજદ્વારી પ્રયાસોને સમર્થન આપવાનો રહ્યો છે. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની એક પોસ્ટમાં ભારત-રશિયા સંબંધો અંગે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, ઊર્જા, કનેક્ટિવિટી, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો સહિત અનેક ક્ષેત્રોમાં વ્યાપક જાેડાણ છે.


ભારત-રશિયા સંબંધો જાળવવા ભારત મક્કમ : જયશંકર

વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કર્યું છે કે પશ્ચિમી દેશોના દબાણ છતાં ભારત રશિયા સાથેના સંબંધો જાળવી રાખવા પ્રતિબદ્ધ છે. યુક્રેન યુદ્ધ બાદ ભારતે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદવાનું શરૂ કર્યું હતું. જેના કારણે ભારત પર અમેરિકા સહિતના પશ્ચિમી દેશોનું દબાણ વધ્યું છે. જાેકે ભારતે જણાવ્યું છે કે દેશની ઊર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને ર્નિણયો લેવામાં આવશે. ભારત-રશિયા વચ્ચે વેપાર, રોકાણ, ઊર્જા, કનેક્ટિવિટી, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો સહિત અનેક ક્ષેત્રોમાં મજબૂત જાેડાણ છે. ભારત આ વ્યાપક સંબંધોને આગળ વધારવા ઈચ્છે છે.

રશિયન ક્રૂડની આયાતમાં મોટો વધારો

યુક્રેન યુદ્ધ પહેલાં ભારતની ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાનો હિસ્સો માત્ર ૨ ટકાથી પણ ઓછો હતો. પરંતુ યુદ્ધ બાદ પશ્ચિમી દેશોના પ્રતિબંધો અને વૈશ્વિક સપ્લાય પેટર્નમાં આવેલા ફેરફારો વચ્ચે ભારતે રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ખરીદવાનું વધાર્યું હતું. મળતી માહિતી મુજબ ભારતની ક્રૂડ આયાતમાં રશિયાનો હિસ્સો આશરે ૫૨ ટકા સુધી પહોંચ્યો હતો. ભારતનું કહેવું છે કે વૈશ્વિક ઊર્જા બજારમાં ભાવ અને પુરવઠાની અસ્થિરતા વચ્ચે દેશના ગ્રાહકો અને અર્થતંત્રના હિતમાં સસ્તા તથા સ્થિર ક્રૂડનો પુરવઠો જરૂરી છે. જયશંકરે યુક્રેન યુદ્ધનો ઉકેલ વાતચીત અને રાજદ્વારી પ્રયાસોથી લાવવાની ભારતની નીતિ પણ સ્પષ્ટ કરી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution