લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, જુલાઈ 2026 |
2970
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા દરમિયાન હિંસા ફાટી નીકળી. અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા ૧૯ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે અન્ય ઘણા ઘાયલ થયા છે. ચૂંટણીમાં ગેરરીતિના આરોપો અને સરકાર વિરોધી પ્રદર્શનો વચ્ચે ઘણા મતદાન મથકો પર અથડામણો પણ થઈ.
જાેઈન્ટ અવામી એક્શન કમિટીના સમર્થકોનો આરોપ છે કે રાવલકોટમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓ પર આડેધડ ગોળીબાર કર્યો, જેમાં ૧૯ લોકોના જીવ ગયા. સંગઠને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર મૃતકોના નામ પણ જાહેર કર્યા છે. બીજી તરફ, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી એ આરોપ લગાવ્યો કે સત્તાધારી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના સમર્થકોના ગોળીબારમાં તેના કાર્યકર મુખ્તાર યુનુસનું મોત થયું, જ્યારે અન્ય બે કાર્યકરો ઘાયલ થયા. બીજી તરફ,PML-N અનેPPP બંનેએ એકબીજા પર ચૂંટણીમાં ગેરરીતિના આરોપો લગાવ્યા છે. JAACએ વહીવટીતંત્રને ૨૭ જુલાઈ બપોરે ૧ વાગ્યા સુધીમાં તેમની માંગણીઓ સ્વીકારવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું. સંગઠન ઇચ્છતું હતું કે ધરપકડ કરાયેલા કાર્યકરોને મુક્ત કરવામાં આવે, પ્રદર્શનકારીઓ પર નોંધાયેલા કેસ પાછા ખેંચવામાં આવે અને વ્યાપક વહીવટી સુધારા લાગુ કરવામાં આવે.