જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ : સર્જિયો ગોર 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, ઓગ્સ્ટ 2026  |   3960

કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થયા બાદ અને પહેલગામ હુમલા પછી કોઈ અમેરિકન રાજદૂતે પહેલીવાર કાશ્મીરની મુલાકાત લીધી છે. આ મુલાકાત દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે પણ બેઠક કરી હતી. શ્રીનગર પહોંચીને ગોરે કહ્યું કે, ‘અહીં આવીને મને ખૂબ આનંદ થયો. આ ભારતનો એક અત્યંત મહત્ત્વનો ભાગ છે અને હું પહેલીવાર અહીં આવ્યો છું. આ ખૂબ જ સુંદર જગ્યા છે.’ પાકિસ્તાન તરફથી સતત થતી ઘૂસણખોરી અને નાપાક હિલચાલ વચ્ચે અમેરિકી એમ્બેસેડરનું આ નિવેદન ભારત માટે એક મોટો નૈતિક વિજય માનવામાં આવે છે. અમેરિકન રાજદૂતનો એમ્બેસેડરનો આ પ્રવાસ ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત થઈ રહેલા વ્યૂહાત્મક સંબંધોનો પુરાવો છે. તાજેતરમાં જ ગોરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ કાઉન્ટર-ટેરરિઝમ (આતંકવાદ વિરોધી) મુદ્દા પર ચર્ચા કરી હતી. આ મુલાકાત કેટલાક કારણોસર ઐતિહાસિક છે, જેમ કેપ

વિતેલા ૧૫ વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ હોદ્દા પર રહેલા અમેરિકી એમ્બેસેડરે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હોય. આ પહેલાં ૨૦૧૧ માં તત્કાલીન એમ્બેસેડર ટિમોથી રોમરે ઓમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ મુલાકાતને લઈને બહુ હાઇપ(હવા) ઊભી કરવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે ‘અમે અમેરિકન રાજદૂત સમક્ષ કાશ્મીરના મુદ્દા અંગે કોઈ રજૂઆત કે ફરિયાદ નથી કરવાના. અમારી સમસ્યાઓનો ઉકેલ અમેરિકા નહીં, પરંતુ કેન્દ્ર સરકાર જ લાવશે. તેમને ફરિયાદો કરવાને બદલે હું તેમની વાતો સાંભળવાનું વધુ પસંદ કરીશ.’

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ મનાતા સર્જિયો ગોરે કહ્યું હતું કે, ‘અમેરિકા જમ્મુ-કાશ્મીર માટે તેમના નાગરિકોને આપેલી ‘ર્ડ્ઢ ર્દ્ગં ્ટ્ઠિદૃીઙ્મ’ (પ્રવાસ ન કરવાની) ચેતવણી પાછી ખેંચવા અથવા હળવી કરવા વિચારશે. અહીંની પરિસ્થિતિને વધુ સુરક્ષિત બનાવવા માટે સ્થાનિક સ્તરે ખૂબ જ સારા પગલાં લેવાયા છે.’

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution