વડોદરામાંથી JeM આતંકી ઝડપાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, નવેમ્બર 2026  |   1782

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) દ્વારા રાજ્યમાં એક મોટા અને ઘાતક આતંકવાદી ષડયંત્રને સચોટ રીતે નિષ્ફળ બનાવી દેવામાં આવ્યું છે. ગુજરાત એટીએસે અસમથી આવેલા અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ  સાથે સીધા જાેડાયેલા ૨૨ વર્ષીય યુવકની સફળતાપૂર્વક ધરપકડ કરી છે. આ આરોપી વડોદરા એરફોર્સ સ્ટેશન સહિત ગુજરાતના અત્યંત સંવેદનશીલ અને મહત્વના સુરક્ષા સ્થાપનોને નિશાન બનાવીને ઘાતક આતંકી હુમલો કરવાની વિગતવાર યોજના બનાવી રહ્યો હતો. એટીએસ દ્વારા સમયસર અને સચોટ આંતરરાજ્ય કાર્યવાહી કરીને રાજ્ય પર તોળાતો આ મોટો આતંકી ખતરો ટાળી દેવાયો છે.

 એટીએસના સત્તાવાર નિવેદન અનુસાર ઝડપાયેલા આરોપીની ઓળખ મોહમ્મદ શહરુલ ઇસ્લામ કબીરુદ્દીન (ઉં.વ. ૨૨, રહે. આસામ) તરીકે થઈ છે. એટીએસ ઓપરેશન દરમિયાન આરોપી પાસેથી એક ઓટોમેટિક એસોલ્ટ રાઇફલ (જે છદ્ભ-૪૭ રાઇફલ જેવી દેખાય છે), ૨ ખાલી મેગેઝીન, ૨૩ જીવતા કારતૂસ, જૈશ-એ-મોહમ્મદનો ઝંડો, સિમ કાર્ડ સાથેના ૨ મોબાઇલ ફોન અને આશરે ૨૦,૦૦૦ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ગહન તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપીને નવો મોબાઇલ ફોન ખરીદવા તથા લોજિસ્ટિક્સ અને મુસાફરીના ખર્ચ પેટે રૂ. ૫૦,૦૦૦ આપવામાં આવ્યા હતા. એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને ચોક્કસ ગુપ્ત બાતમી મળી હતી કે બહારના રાજ્યનો એક વ્યક્તિ જૈશ-એ-મોહમ્મદના પાકિસ્તાની હેન્ડલરના સતત સંપર્કમાં છે અને આગામી બેથી ત્રણ દિવસમાં ગુજરાત આવીને સંવેદનશીલ સુરક્ષા સંસ્થા પર આતંકવાદી હુમલો કરવાનું આયોજન કરી રહ્યો છે. આ ચોંકાવનારી બાતમી મળતા જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને એટીએસની ખાસ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને ક્ષેત્રીય તપાસ દ્વારા શકમંદની હિલચાલ પર સતત નજર રખાઈ રહી હતી. સયાજીગંજ રેલવે સ્ટેશન નજીક આવેલી હોટેલ મિલન ખાતે તપાસ કર્યા બાદ માહિતી મળી કે શકમંદ દાહોદથી વડોદરા તરફ આવી રહ્યો છે. ત્યારબાદ હાલોલ-વડોદરા રોડ પર આવેલી ગોલ્ડન ચોકડી નજીક અને પાલડી બસ સ્ટેન્ડ પાસે હોટેલ દર્શન નજીકથી એટીએસની ટીમે આરોપીને આંતરીને ઝડપી લીધો હતો.એટીએસ દ્વારા આરોપીના મોબાઈલ ફોનની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા અને ગંભીર ખુલાસા થયા છે. ફોનમાંથી વડોદરા એરફોર્સ સ્ટેશનના મુખ્ય ગેટ અને અન્ય સુરક્ષા સ્થાપનોના ટાર્ગેટ માર્કિંગ કરેલા ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે. તે સિવાય એરફોર્સ સ્ટેશનના રેકી વિડીયો, ગૂગલ મેપ્સના સ્ક્રીનશોટ, લિંક્સ, ઓડિયો-વિઝ્યુઅલ મટીરિયલ તથા વોટ્સએપ ચેનલો અને ગૃપના લિંક્સ પણ રિકવર કરાયા છે. એટલું જ નહીં, ફોનમાંથી છદ્ભ-૪૭ રાઇફલ ચલાવવાની અને ઓપરેટ કરવાની તાલીમ આપતા વિડીયો પણ મળી આવ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution