/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

કાંગારુએ કેપ્ટન કોહલીને આઉટ કરવા ખાસ રણનીતિ બનાવી... 

એડિલેડ 

ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરે મંગળવારે કહ્યું કે, તેમની ટીમ ગુરુવારે એડિલેડમાં રમાનારી પહેલી ટેસ્ટમાં વિરાટ કોહલી વિરુદ્ધ ખાસ રણનીતિ લઇને ઉતરશે. કોહલી ચાર મેચોની આ સીરિઝની પહેલી મેચ જ રમશે. તે બાદ વિરાટ ભારત પરત ફરશે.

લેંગરે કહ્યું કે, તે મહાન ખેલાડી અને શાનદાર કેપ્ટન છે. હું તેનો સન્માન કરું છું, પરંતુ તેની વિરુદ્ધ ખાસ રણનીતિ બનાવવી પડશે. અમે જાણીએ છીએ કે, કેપ્ટન અને બેસ્ટમેન તરીકે તે ભારતીય ટીમ માટે કેટલો મહત્વપૂર્ણ છે.

લેંગરે એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, રણનીતિ પર અમલ કરવું પણ એટલું જ જરૂરી છે. તેને રન બનાવતાં રોકવો પડશે. છેવટે તે બેટિંગ દ્વારા જ પ્રભાવ છોડી શકે છે. તેમની ટીમ ટેક્નિક પર ફોકસ કરશે. જબરદસ્તી કોહલી સાથે ટકરાવા કરતાં તેને આઉટ કરવાના વિકલ્પ શોધશે.

તેમણે કહ્યું કે, અમે વિરાટને આઉટ કરવાના પ્રયાસ કરીશું. તે એટલો શાનદાર ખેલાડી છે કે અમે આક્રમણ અંગે વાત નથી કરી રહ્યાં. તે બકવાસ છે. અમે કૌશલ્ય પર રમીએ છે, ભાવનાઓ પર નહીં.

કોચે કહ્યું કે, અમે એક વર્ષથી ટેસ્ટ નથી રમી. મેદાન પર સારું પ્રદર્શન કરવું પડશે. પછી તે ડે-નાઇટ મેચ હોય કે દિવસની. મને નથી લાગતું કે પાછલું પ્રદર્શન મહત્વન રાખે છે. સાથે જ લેંગરે આઇપીએલ અંગે જણાવ્યું કે, સિમિત ઓવર્સની સીરિઝ ઘણા સારા વાતાવરણમાં રમાઇ અને આશા રાખું છું કે આગળ પણ આવું જ રહેશે. તે પ્રતિસ્પર્ધી ક્રિકેટ રમશે, પરંતુ ખેલ ભાવના સાથે. આઇપીએલનો એ જ ફાયદો છે કે, ખેલાડીઓ એકબીજાને ઓળખે છે અને સારા સંબંધ બને છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution