નવી દિલ્હી,તા.૨

ઉત્તર પ્રદેશના છોકરાઓ હવે આખા દેશમાં ફેમસ થઈ રહ્યા છે. ભારતીય ટીમમાં જગ્યા બનાવીને પોતાનું નામ કમાવ્યું. ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચમાં તક ન મળતા આખરે ધ્રુવ જુરેલને રમાડવામાં આવ્યો હતો. રાંચીમાં રમાયેલી તેની કારકિર્દીની માત્ર બીજી ટેસ્ટ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતીને તેણે બતાવ્યું કે તે કેટલો પરિપક્વ ખેલાડી છે. ધ્રુવ જુરેલ આગ્રાનો રહેવાસી છે. વ્હાઈટ બોલ ફોર્મેટમાં ખૂબ ધૂમ મચાવી રહેલો રિંકુ સિંહ યુપીના અલીગઢમાં રહે છે. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આઈપીએલ ૨૦૨૩ની ચમત્કારિક સિઝન પછી, આ ૨૬ વર્ષીય ખેલાડીને ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરવાની તક મળી. રિંકુનું પડકારજનક બાળપણ અને ગરીબી સાથે સંઘર્ષ એ ભારતના સૌથી ગરીબ રાજ્યોમાંના એક ઉત્તર પ્રદેશના ઘણા યુવાનો માટે પરિચિત સમસ્યા છે. આર્થિક સંકડામણ વચ્ચે પણ સારા જીવનની શોધ ઘણા લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ૬૦૦થી વધુ રન બનાવનાર યશસ્વી જયસ્વાલ તેનું ઉત્તમ ઉદાહરણ છે. ૨૦૦૧માં ભદોહી જિલ્લામાં જન્મેલા જયસ્વાલના ક્રિકેટના સપના ત્યારે ઉડાન ભરવા લાગ્યા જ્યારે તેણે ૧૦ વર્ષની ઉંમરે મુંબઈ જવાનો બોલ્ડ ર્નિણય લીધો. સરફરાઝ ખાન પણ મૂળ યુપીનો છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં અમરોહાના મોહમ્મદ શમીની પ્રતિભાની કદર ન થઈ, ત્યારે તે બંગાળમાં સ્થાયી થયો અને ત્યાંથી સ્થાનિક ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. ટોચના સ્તરની નીચે એટલે કે બીજી હરોળના ખેલાડીઓમાં સૌરભ કુમાર, શિવમ માવી, યશ દયાલ, પ્રિયમ ગર્ગ, સમીર રિઝવીનો સમાવેશ થાય છે. અને મોહસીન ખાન યુપીના એવા નામ છે જે ભારતીય ટીમમાં પસંદગી પામવાની ખૂબ નજીક છે. ઉત્તર પ્રદેશના સ્થાનિક ક્રિકેટના કોચ સુનીલ જાેશી કહે છે, ‘તે બધા સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને આગળ વધવાની ભૂખ ધરાવે છે.’ ભારતની વસ્તીમાં ઉત્તર પ્રદેશનો કુલ હિસ્સો ૧૬.૫ ટકા છે. હવે ઉત્તર પ્રદેશમાં લખનૌ સુપરજાયન્ટ્‌સ નામની ૈંઁન્ ટીમ પણ છે. રાજ્યના ખેલાડીઓને પણ આનાથી ઘણી મદદ મળવા લાગી છે.ભારત માટે ૧૨૫ વનડે અને ૧૩ ટેસ્ટ રમનાર મોહમ્મદ કૈફ યુપીના અલ્હાબાદથી આવે છે. પોતાના કરિયરમાં ૧૦,૦૦૦ થી વધુ ફર્સ્ટ ક્લાસ રન બનાવનાર કૈફે કહ્યું, ‘અમારા છોકરાઓ કંઈક કરવા માટે ભૂખ્યા છે, તેમને માત્ર એક તક જાેઈએ છે.’ મોહમ્મદ કૈફ ઉપરાંત આરપી સિંહ, સુરેશ રૈના, પીયૂષ ચાવલા અને ભુવનેશ્વર કુમાર પણ ઉત્તર પ્રદેશના ખેલાડીઓ છે જેમણે ભારતીય ટીમને સેવા આપી હતી. કુલદીપ યાદવના કોચ કપિલ પાંડે કહે છે, ‘યુપીમાં અત્યારે સારા કોચ છે અને ઘણી સારી એકેડમી પણ સામે આવી છે. ભૂતકાળમાં સ્પોર્ટ્‌સ હોસ્ટેલની વ્યવસ્થા હતી.