૨૦ વર્ષ જૂના ભ્રષ્ટાચાર-આપઘાત કેસમાં કેરલમ્ સરકારે તપાસ શરૂ કરી 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ઓક્ટોબર 2026  |   3366

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે એક બાજુ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે હવે એક ૨૦ વર્ષ જૂનો પ્રશાસનિક અને ભ્રષ્ટાચારનો કેસ ફરીથી ખુલ્યો છે. કેરળના ગૃહમંત્રી રમેશ ચેન્નિથલાએ જ્ઞાનેશકુમાર સામે ભ્રષ્ટાચાર અને ગડબડીના ગંભીર આરોપો પર વિઝિલન્સ તપાસના આદેશ આપ્યા છે. એવું કહેવાય છે કે આ મામલે ૨૦૦૬નો છે. તે વખતે જ્ઞાનેશકુમાર લોક નિર્માણ વિભાગના સચિવ પદ પર હતા. તેમના કાર્યકાળ દરમિયાન તે વખતે તેમના પર ગેરરીતિ વર્તવાનો આરોપ લાગ્યો હતો.

આ મામલો એક વિદેશી એન્જિનિયરના મોત સાથે જાેડાયેલો છે. વર્ષ ૨૦૦૬માં મલેશિયાના એક સિવિલ એન્જિનિયર સી સી બીને કથિત રીતે આત્મહત્યા કરી હતી. આ એન્જિનિયર કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત એમસી રોડ સંબંધિત અપગ્રેડેશનનું કામ કરતા હતા. આ સમયગાળામાં એન્જિનિયરે અંતિમ પગલું ભર્યું હતું. સ્યૂસાઈડ નોટમાં કથિત રીતે તત્કાલિન ઁઉડ્ઢ સચિવ જ્ઞાનેશકુમારનું નામ લખ્યું હતું. હવે આ મામલાની ફેર તપાસના આદેશ બહાર પડ્યા છે. મલયાનકીઝુ વેણુગોપાલ તરફથી નોંધાયેલી એક નવી ફરિયાદ બાદ કેરળ સરકારે આ પગલું ભર્યું છે. ફરિયાદમાં એવો આરોપ લગાવવામાં આવ્યો કે ૨૦૦૬માં જ્ઞાનેશકુમાર જ્યારે ઁઉડ્ઢ સચિવ હતા ત્યારે કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (દ્ભજી્ઁ) હેઠળ રોડ નિર્માણના કોન્ટ્રાક્ટ આપવામાં ભારે નાણાકીય ગેરરીતિથઈ હતી. વિવાદ વધતા ૨૦૦૬ના અંત પહેલા જ્ઞાનેશકુમારને ઁઉડ્ઢ સચિવ પદેથી હટાવીને ટ્રાન્સફર કરાઈ હતી. તે સમયે એક પ્રાથમિક તપાસ થઈ હતી પરંતુ ફરિયાદકર્તાનો આરોપ છે કે જૂની તપાસને કોઈ પણ તાર્કિક તારણો પર પહોંચાડ્યા વગર દબાણમાં કેસ બંધ કરી દેવાયો હતો. મામલો ફક્ત નાણાકીય ગડબડીઓ પૂરતો જ નહીં પરંતુ એક વિદેશી નાગરિકના શંકાસ્પદ આત્મહત્યા સાથે પણ જાેડાયેલો હતો. કેરળ રોડ પરિયોજના નામની ભારત-મેલેશિયાની જાેઈન્ટ કંપની કામ કરતી હતી. આ કંપનીના મેઈન પ્રોજેક્ટ મેનેજર અને મલેશિયન નાગરિક લી સી બીને ૨૦૦૬માં મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં આત્મહત્યા કરી હતી. 




૨૦ વર્ષ જૂનો ભ્રષ્ટાચારનો કેસ ફરી ખૂલ્યો 

નવી દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શનો વચ્ચે કેરળ સરકારે ૨૦ વર્ષ જૂનો ભ્રષ્ટાચાર અને ગેરરીતિનો કેસ ફરી ખોલ્યો છે. કેરળના ગૃહમંત્રી રમેશ ચેન્નિથલાએ જ્ઞાનેશ કુમાર સામે ગંભીર આરોપોની વિજિલન્સ તપાસના આદેશ આપ્યા છે. આ મામલો ૨૦૦૬નો છે, જ્યારે જ્ઞાનેશ કુમાર કેરળના સચિવ હતા. તેમના કાર્યકાળ દરમિયાન બાંધકામ અને કોન્ટ્રાક્ટમાં ગેરરીતિના આરોપો લાગ્યા હતા. અગાઉ આ કેસની પ્રાથમિક તપાસ થઈ હતી, પરંતુ ફરિયાદીનો આક્ષેપ છે કે યોગ્ય તારણો વિના દબાણ હેઠળ તપાસ બંધ કરી દેવામાં આવી હતી. હવે સરકાર જૂની તમામ ફાઇલો મંગાવી રહી છે.



મલેશિયન એન્જિનિયરના આપઘાત સાથે કડી

આ સમગ્ર મામલો મલેશિયાના એક સિવિલ એન્જિનિયરના ૨૦૦૬માં થયેલા આપઘાત સાથે પણ જાેડાયેલો છે. કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ હેઠળ એમસી રોડના અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે મલેશિયન એન્જિનિયર લી સી બીને આત્મહત્યા કરી હતી. તેમના સુસાઇડ નોટમાં તે સમયના ઁઉડ્ઢ સચિવ જ્ઞાનેશ કુમાર સહિત કેટલાક અધિકારીઓનાં નામ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેમાં ભ્રષ્ટાચાર, લાંચ અને માનસિક ત્રાસના આરોપો લગાવવામાં આવ્યા હતા. દ્ભનામની ભારત-મલેશિયન સંયુક્ત કંપની કામ કરતી હતી. હવે વિજિલન્સ વિભાગ તપાસ કરશે કે અગાઉની તપાસ ખોટી રીતે બંધ કરવામાં આવી હતી કે નહીં અને સુસાઇડ નોટમાં કરાયેલા આરોપોના પૂરતા પુરાવા છે કે નહીં.

૨૦ વર્ષ જૂનો ભ્રષ્ટાચારનો કેસ ફરી ખૂલ્યો 

નવી દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શનો વચ્ચે કેરળ સરકારે ૨૦ વર્ષ જૂનો ભ્રષ્ટાચાર અને ગેરરીતિનો કેસ ફરી ખોલ્યો છે. કેરળના ગૃહમંત્રી રમેશ ચેન્નિથલાએ જ્ઞાનેશ કુમાર સામે ગંભીર આરોપોની વિજિલન્સ તપાસના આદેશ આપ્યા છે. આ મામલો ૨૦૦૬નો છે, જ્યારે જ્ઞાનેશ કુમાર કેરળના  સચિવ હતા. તેમના કાર્યકાળ દરમિયાન બાંધકામ અને કોન્ટ્રાક્ટમાં ગેરરીતિના આરોપો લાગ્યા હતા. અગાઉ આ કેસની પ્રાથમિક તપાસ થઈ હતી, પરંતુ ફરિયાદીનો આક્ષેપ છે કે યોગ્ય તારણો વિના દબાણ હેઠળ તપાસ બંધ કરી દેવામાં આવી હતી. હવે સરકાર જૂની તમામ ફાઇલો મંગાવી રહી છે.

મલેશિયન એન્જિનિયરના આપઘાત સાથે કડી

આ સમગ્ર મામલો મલેશિયાના એક સિવિલ એન્જિનિયરના ૨૦૦૬માં થયેલા આપઘાત સાથે પણ જાેડાયેલો છે. કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ હેઠળ એમસી રોડના અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે મલેશિયન એન્જિનિયર લી સી બીને આત્મહત્યા કરી હતી. તેમના સુસાઇડ નોટમાં તે સમયના  સચિવ જ્ઞાનેશ કુમાર સહિત કેટલાક અધિકારીઓનાં નામ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેમાં ભ્રષ્ટાચાર, લાંચ અને માનસિક ત્રાસના આરોપો લગાવવામાં આવ્યા હતા. નામની ભારત-મલેશિયન સંયુક્ત કંપની કામ કરતી હતી. હવે વિજિલન્સ વિભાગ તપાસ કરશે કે અગાઉની તપાસ ખોટી રીતે બંધ કરવામાં આવી હતી કે નહીં અને સુસાઇડ નોટમાં કરાયેલા આરોપોના પૂરતા પુરાવા છે કે નહીં.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution