વ્રતમાં બનાવો બટાટા અમે મોરિયાના ફરાળી ઢોસા,જુઓ રેસીપી

લોકસત્તા ડેસ્ક 

હાલમાં જ નવરાત્રી આવી રહી છે.આ વખતે કોરોના કાળમાં ગરબા રમવા નહીં જઇ શકાય પરંતુ જે લોકો નવરાત્રીમાં વ્રત કરે છે એ લોકોમાં આજની બેસ્ટ રેસીપી છે.

સામગ્રી –

બે વાડકી મોરિયો,

ફરાળી મીઠુ,

બટાકા એક કિલો,

સીંગતેલ સો ગ્રામ,

લીલા મરચા,

લીલા ઘાણા અને જીરું એક ચમચી.

  વિધિ –  

-મોરિયાને પાણીમાં પલાળો અને ફરાળી મીઠુ નાખીને મિક્સરમાં વાટી લો. ઘાટ્ટુ ખીરું તૈયાર કરો.

-બટાકાને બાફીને છોલી લો. તેના નાના ટુકડા કરો.

-તેલમાં જીરુ તતડાવીને લીલા મરચાં, મીઠુ, કઢી લીમડો અને બટાકા નાખીને મિશ્રણ તૈયાર કરો.

- ઉપરથી લીલા ધાણા ભભરાવી દો.

  -હવે મોરિયાના મિશ્રણથી તવા પર ઢોસા બનાવો ઉપર થી બટાકાનું મિશ્રણ નાખીને ઢોસા સર્વ કરો. 

  -આને સાથે ચટણી જોઈતી હોય તો લીલા કોપરામાં લીલા મરચા અને લીલા ધાણા નાખીને બનાવી શકાય.  

-દાળની જગ્યાએ મોળા દહીંમાં સીંગદાણાનો ભૂકો નાખીને કઢી બનાવી શકાય.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution