અમદાવાદ-

લોકો પોતાના પરિવારને સાચવવા તનતોડ મહેનત કરી પૈસા કમાતા હોય છે એવામાં અમુક સરકારી કાગળીયાઓ કરાવવા રજા રાખવી પડતી હોય છે અને પગાર ઓછો મળે છે. તો આજે જે લોકો પોતાનું પાનકાર્ડ બનાવવા માટે પોતાનો કિંમતી સમય લાંબી લાઈનો પાછળ ઉભા રહીને બગાડે છે તેઓને જણાવી દઈએ કે માત્ર ૮ થી ૧૦ મિનિટમાં તમારું પાનકાર્ડ તમે ઘરે બેઠા જાતેજ બનાવી શકો છો.

તો ચાલો મિત્રો જાણી લઈએ ઘરે બેઠા કેવીરીતે પાનકાર્ડ બનાવી શકાય.

(પહેલા તો તમને જણાવી દઈએ કે તમારી પાસે આધારકાર્ડ હોવું જોઈએ અને તેમાં તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ જેથી તમારા મોબાઈલ નંબર પર OTP આવી શકે. )

નોંધ - તમારી ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જોઈએ.

૧) સૌ પ્રથમ તમારા મોબાઈલ કે ડેસ્કટોપ માં સર્ચ બાર માં જઈ https://www.incometaxindiaefiling.gov.in/ સર્ચ કરી લો.

૨) ત્યારબાદ તેમાં Instant PAN through Adhaar ઓપશન જોવા મળશે. તેના પર ક્લિક કરો.

૩) હવે અહીં Get New PAN નો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.

(મિત્રો, જો તમારું પાનકાર્ડ પહેલેથી જ હોય તો તમે બીજી વાર આ પાનકાર્ડ નહીં બનાવતા નહીંતો ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે.)

૪) હવે તમને તમારો આધારકાર્ડ નંબર નાંખવાનો કહેશે તે દાખલ કરી નીચે captcha code નાખો.

૫) ત્યારબાદ I confirm that એવું ચેકબોક્સ ટિક કરી નીચે Generate Aadhaar OTP પર ક્લિક કરો.

૬) હવે તમારા આધારકાર્ડ સાથે લિન્ક કરેલા મોબાઇલ નંબર પર OTP આવશે જે એન્ટર કરી નીચે Validate Aadhaar OTP and Continue પર ક્લિક કરો.

૭) હવે તમારા આધારકાર્ડ ની સંપૂર્ણ માહિતી આવી જશે તેમાં નીચે I accept that ચેક બોક્સ પર ટિક કરી Submit PAN Request પર ક્લિક કરો.

૮) હવે તમને લીલા રંગના બોક્સમાં તમારો પાનકાર્ડ માટેનો એપ્લિકેશન નંબર મળશે તે નોંધી લેજો. જોકે તમારા મોબાઈલ નંબર પર પણ મેસેજ આવી જશે.

મિત્રો, હવે ૮ થી ૧૦ મિનિટની રાહ જોવો.

૧) ત્યારબાદ ફરીથી https://www.incometaxindiaefiling.gov.in/ આ લિંક સર્ચ કરી તેમાં Instant PAN through Adhaar પર ક્લિક કરો.

૨) હવે તેમાં Check status/ Download PAN પર ક્લિક કરો ત્યારે તમને તમારો આધારકાર્ડ નંબર નાંખવાનો કહેશે તે નાંખ્યા બાદ નીચે રહેલો captcha code એન્ટર કરી Submit બટન ક્લિક કરો.

૩) હવે તમારા મોબાઈલ નંબર પર OTP આવશે તે એન્ટર કરી Submit કરી દો.

૪) બસ તો મિત્રો અહીં તમને Download PAN નો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરી ને તમારું પાનકાર્ડ ડાઉનલોડ કરી શકશો.

એક ખાસ નોંધ : તમારા પાનકાર્ડની આ pdf પાસવર્ડ નાખશો તો જ ખુલશે જે સિક્યુરીટી માટે હોય છે. તો પાસવર્ડ તમારી જન્મ તારીખ જ છે એટલે કે જો તમારી જન્મ તારીખ ૦૧/૦૫/૧૯૯૮ હોય તો તમારો પાસવર્ડ ૦૧૦૫૧૯૯૮ હશે.