લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, ઓગ્સ્ટ 2026 |
6138
મે ૨૦૨૩માં મણિપુરમાં ફાટી નીકળેલી હિંસક અને વંશીય અસંતોષની ઘટનાઓ બાદ પીડિત પરિવારોના પુનર્વસનને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જાેયમલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે નિયુક્ત કરવામાં આવેલી જસ્ટિસ ગીતા મિત્તલ સમિતિને આદેશ આપ્યો છે કે, હિંસાથી પ્રભાવિત આશરે ૨૪,૦૦૦ પરિવારો જેમને હજુ સુધી સરકારી કલ્યાણકારી અને પુનર્વસન યોજનાઓનો લાભ મળ્યો નથી, તેમના દાવાઓની જમીની સ્તરે તાત્કાલિક ચકાસણી કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે મણિપુર અને આસામ સરકારોને હિંસા સાથે જાેડાયેલા સીબીઆઇ અને એનઆઈએના મહત્વના કેસોની ઝડપી અને સુચારૂ સુનાવણી માટે બે વિશેષ ટ્રાયલ કોર્ટ સ્થાપવાની શક્યતાઓ ચકાસવા પણ કહ્યું છે. વરિષ્ઠ વકીલ કોલિન ગોન્સાલ્વિસ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું કે હજુ પણ હજારો વિસ્થાપિત આદિવાસીઓ અને અસરગ્રસ્તો સરકારી યોજનાઓના લાભથી વંચિત છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે સરકારે કાચા મકાનો માટે રૂ. ૫ લાખ અને પાકા કે અર્ધ-પાકા મકાનો માટે રૂ. ૭ લાખની સહાય જાહેર કરી છે તથા ઁસ્છરૂ-ય્ હેઠળ ૧૨,૦૦૦ થી વધુ ઘરોને મંજૂરી આપી છે, પરંતુ જમીની વાસ્તવિકતા તપાસવી અનિવાર્ય છે. મણિપુરમાં હિંસા દરમિયાન ૨૭૬ ધાર્મિક સ્થળો અને પૂજા સ્થાનોની સાથે સાથે ૨૦ જેટલા ચર્ચો પર થયેલા કથિત ગેરકાયદેસર અતિક્રમણનો મુદ્દો પણ સુનાવણીમાં સામે આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કમિટીને મહેસૂલી રેકોર્ડ અને જમીની દસ્તાવેજાેના આધારે આ તમામ સંપત્તિઓની સ્થિતિ તપાસવા જણાવ્યુ છે.