મુંબઈ-

દેશની અગ્રણી એફએમસીજી કંપની મેરિકોએ ૩૦ જૂન, ૨૦૨૧ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક પરિણામો રજૂ કર્યા છે. જે મુજબ પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો નફો ૫.૯ ટકા ઘટી રૂ. ૩૬૫ કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. ૩૮૮ કરોડ હતો. પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક ૩૧.૨ ટકા વધીને રૂ. ૨,૫૨૫ કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. ૧,૯૨૫ કરોડ હતી. પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની એબીટડામાં ૩ ટકાની વૃદ્ધિ જોવા મળી છે અને તે ૪૮૧ કરોડ રૂપિયા રહી છે, જ્યારે ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં કંપનીની એબીટડા ૪૬૭ કરોડ રૂપિયા હતી. 

પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીનું એબીટડા માર્જિન ૨૪.૨ ટકાથી ઘટીને ૧૯ ટકા થયું છે. આ જ એબીટડા માર્જિન ૧૯.૮ ટકા હોવાનો અંદાજ હતો.