સ્વર્ગસ્થ ઉદ્યોગપતિની કરોડોની સંપત્તિ અને ટ્રસ્ટ પર સાસુ અને વહુ વચ્ચેનો વિવાદ ઉકેલવા મધ્યસ્થતા તેજ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, ઓગ્સ્ટ 2026  |   1782


સ્વર્ગસ્થ જાણીતા ઉદ્યોગપતિ સંજય કપૂરની સંપત્તિ અને કૌટુંબિક ટ્રસ્ટને લઈને પરિવારમાં ચાલી રહેલા હાઈ-પ્રોફાઈલ વિવાદમાં સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે આ પારિવારિક ઝઘડાનો સૌહાર્દપૂર્ણ અને કાયમી ઉકેલ લાવવા માટે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડની મધ્યસ્થી તરીકે નિમણૂક કરી છે. કોર્ટે આ મામલે અત્યાર સુધીની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરતાં આશા વ્યક્ત કરી છે કે બંને પક્ષો ટૂંક સમયમાં જ સમાધાન પર પહોંચી શકે છે.

આ કાનૂની લડાઈ સ્વર્ગસ્થ સંજય કપૂરની ૮૦ વર્ષીય માતા રાની કપૂર અને તેમની પત્ની પ્રિયા કપૂર વચ્ચે સંપત્તિના હકને લઈને ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સામે આવ્યું હતું કે પૂર્વ ઝ્રત્નૈં ડી.વાય. ચંદ્રચૂડની આગેવાની હેઠળ અત્યાર સુધી મધ્યસ્થીના છ મહત્વના સત્રો યોજાઈ ચૂક્યા છે, જેમાં પરિવારના તમામ સભ્યો સાથે વિગતવાર વાતચીત કરવામાં આવી છે.

રાની કપૂર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ દવેએ કોર્ટને જણાવ્યું હતું કે મધ્યસ્થી પ્રક્રિયા યોગ્ય દિશામાં આગળ વધી રહી છે, પરંતુ મધ્યસ્થી ફીને લઈને કેટલીક મુશ્કેલીઓ છે. તેમણે ઉમેર્યું કે ૮૦ વર્ષની વયે પહોંચેલા રાની કપૂર હાલમાં નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution