ન્યૂ દિલ્હી

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ઇંગ્લેન્ડ પ્રવાસ પર બાયો-બબલ બ્રેચ તોડનારા શ્રીલંકાના ત્રણ ક્રિકેટરો સામે કડક કાર્યવાહી કરી છે. બોર્ડે આ ત્રણેય ખેલાડીઓ મેન્ડિસ, ડિકવેલા, ગુનાથિલાકા પર એક વર્ષ માટેપર પ્રતિબંધ મૂક્યો છે.ત્રીજી ટી -20 મેચ હાર્યા બાદ બાયો-બબલ તોડી ઇંગ્લેન્ડના ડરહામના માર્ગો પર ફરતા જોવા મળ્યા હતા.

રસ્તા પર ચાલતા ત્રણેય ક્રિકેટરોનો વીડિયો વાયરલ થયો હતો. આ મામલો ધ્યાનમાં આવ્યા બાદ શ્રીલંકા ક્રિકેટ ( એસએલસી ) એ ત્રણેય ક્રિકેટરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને દેશ પરત ફરવાનો આદેશ આપ્યો હતો. તપાસ ગોઠવવામાં આવી હતી, જે પછી તેઓને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કુસલ મેન્ડિસ, નિરોશન ડિકવેલા, દનુષ્કા ગુણથીલકા આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી ભારત સામેની મર્યાદિત ઓવરોની શ્રેણી તેમજ ટી-20 વર્લ્ડ કપ ગુમાવશે.