નાસિકમાં બે દિવસ હળવા ભૂકંપના આંચકા અનુભવાયા : અનેક ઘરોમાં તિરાડો દેખાઈ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, ઓગ્સ્ટ 2026  |   4950

મહારાષ્ટ્રના નાસિકમાં શનિવાર અને રવિવારે હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આના કારણે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઘરોની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપથી કોઈ જાનહાનિ થઈ નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, શનિવારે રાત્રે ૧૦ વાગ્યે નાશિકમાં ૪.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ રવિવારે સવારે ૫:૩૩ વાગ્યે ૩.૩ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ નજીક હટગઢ પર્વતમાળા નજીક ભાણવડ વિસ્તારમાં જમીનથી ૫ કિલોમીટર નીચે ભૂકંપની પ્રવૃત્તિ નોંધાઈ હતી.

નાસિક શહેર, સુરગણા, કાલવાન, દેવલા, ચાંદવાડ, પેઠ, ડિંડોરી અને નિફાડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આનાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને ઘણા લોકો ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા.જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ સુરગાના તાલુકાના ભાદર ગામ અને ડિંડોરી તાલુકાના નાનાશી ગામમાં કેટલાક ઘરોની દિવાલોમાં તિરાડો પડી હોવાની જાણ કરી. અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ જાનહાનિ થઈ નથી. આ વિસ્તારના બંધોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ નુકસાન થયું નથી.


 પ્રથમ આંચકો ૩.૬ અને બીજાે આંચકો ર.૯નો અનુભવાતાં સ્થાનિકોમાં ગભરાટનો માહોલ

પ્રથમ આંચકો રાત્રે ૧૦ કલાકે ૩.૬ની તીવ્રતાનો નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ સાપુતારાથી ૧૪ કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં આવેલું હતું. રવિવારે વહેલી સવારે ૫ વાગ્યાને ૩૩ મિનિટે સાપુતારા નજીક ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ બીજા આંચકાની તીવ્રતા ૨.૯ નોંધાઈ હતી અને જમીનથી ૬.૭ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયેલું આ કેન્દ્રબિંદુ મહારાષ્ટ્ર વિસ્તારમાં આવેલું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution