સુરત-

સમગ્ર રાજ્યમાં 28મી એપ્રિલથી 5મી મેં સુધી " મીની લોકડાઉન " જાહેર કરી દેવામાં આવ્યું છે.જે અંતર્ગત કરિયાણું, દૂધ, શાકભાજી અને અનાજ દળવાની ઘંટી સિવાય તમામ ધંધા રોજગાર બંધ રહેશે.જોકે, આ જાહેરનામા અંગે બુધવારે સુરત પોલીસ કમિશનર અજય તોમરે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી હતી અને સ્પષ્ટતા કરી હતી કે જાહેરનામામાં સંપૂર્ણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી છે. તેથી કોઈએ અસ્પષ્ટ ન રહેવું. શહેરમાં આ જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે અને મને વિશ્વાસ છે કે શહેરીજનો કોરોનાની આ લડાઈમાં તંત્રને પૂરતો સહયોગ આપશે.

તેમને જણાવ્યું હતું કે આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો, ટેક્સ્ટાઇલ અને ડાયમંડનું તેમજ અન્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા યુનિટોને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.જેથી, આ તમામ યુનિટોમાં તેમનું ઉત્પાદન કાર્ય ચાલુ રાખી શકે છે.લારી -ગલ્લા અને સ્પષ્ટતા કરતા તેઓએ જણવ્યું હતું કે ફક્ત ને ફક્ત શાકભાજીનું વેચાણ કરતા લારી-ગલ્લાઓ ખુલ્લા રહેશે અને તેઓએ પણ કોરોનાની તમામ ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે.વિવિધ સરકારી તંત્ર અને પોલીસ ડિપાર્ટમેન્ટ કોરોના સામેની આ લડાઈમાં પ્રજા પૂરો સહયોગ આપશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.મીડિયાના મિત્રો આ જાહેરનામાની વધુને વધુ બહોળી પ્રસિદ્ધિ કરે જેથી લોકોમાં કોઈ પણ પ્રકારની અસ્પષ્ટતા ન રહે.આપણું ધ્યેય નાગરિકોને આ મહામારીથી બચાવવાનું છે.