૮થી ૧૦ સપ્ટે. દરમિયાન ચોમાસું સત્ર મળે તેવી શક્યતા: મહત્વના વિધેયકો રજૂ થવાની સંભાવના
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, જુલાઈ 2026  |   1089

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી ૮થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસ માટે યોજાય તેવી શક્યતા છે. રાજ્ય સરકાર દ્વારા સત્રની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. સત્રની તારીખો અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.મળતી માહિતી મુજબ આ વખતનું ચોમાસુ સત્ર ત્રણ દિવસનું રહેશે. સત્ર દરમિયાન સરકાર વિવિધ વિભાગોને લગતા મહત્વના વિધેયકો રજૂ કરી શકે છે. ઉપરાંત સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વના નીતિગત ર્નિણયો અંગેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવે તેવી સંભાવના છે.ચોમાસુ સત્રમાં વિરોધ પક્ષ દ્વારા રાજ્યના વિવિધ મુદ્દાઓ, વરસાદ અને પૂરથી સર્જાયેલી પરિસ્થિતિ, ખેડૂતોના પ્રશ્નો, કાયદો અને વ્યવસ્થા, વિકાસકાર્યો તેમજ અન્ય જાહેરહિતના મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવે તેવી શક્યતા છે. બીજી તરફ સરકાર પણ પોતાના વિકાસકાર્યો અને યોજનાઓ અંગે ગૃહમાં વિગતવાર જવાબ રજૂ કરશે.વિધાનસભા સત્રને ધ્યાનમાં રાખીને વિવિધ વિભાગોને પ્રશ્નોત્તરી, વિધેયકો અને અન્ય ધારાસભાકીય કામગીરી માટે જરૂરી તૈયારીઓ શરૂ કરવા સૂચના આપવામાં આવે તેવી શક્યતા છે. મંત્રીઓ અને અધિકારીઓ પણ પોતાના વિભાગ સંબંધિત માહિતી અને જવાબોની તૈયારીમાં વ્યસ્ત બનશે.હાલ તારીખોને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જાેકે વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ ૮, ૯ અને ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ચોમાસુ સત્ર યોજાય તેવી પૂરી શક્યતા છે અને તેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution