/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

માઝુમ નદીના કિનારેથી કતલખાને લઈ જવાતા ૨૦૦થી વધુ ગૌવંશને બચાવાયા

અરવલ્લી,તા.૩૧ 

મોડાસા નજીકથી જિલ્લા પોલીસતંત્રએ ૨૦૦થી વધુ ગૌવંશને કતલખાને ધકેલતા બચાવી લીધા હતા. અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ચાંદ ટેકરી અને રાણાસૈયદ વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા હોવાની વારંવાર બૂમો ઉઠી રહી છે. મોડાસાના કતલખાનાઓમાં ગૌવંશની કતલ થતી હોવાની બૂમો વારંવાર ઉઠી રહી છે.મોડાસાને અડીને આવેલા પહાડપુરથી કસ્બા સુધી માઝુમ નદીના કિનારે ઝાડી-ઝાંખરામાં ગેરકાયદેસર મોટી સંખ્યામાં ગૌવંશ અને પશુઓને કતલખાને ધકેલવાની પેરવી કરી રહ્યાની બાતમી મળતા એસપી મયુર પાટીલ અને ડીવાયએસપી ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબી પીઆઈ આર.કે.પરમાર તેમની ટીમ ,મોડાસા ટાઉન પોલીસ પીઆઈ વાઘેલા ટાઉન પોલીસ જવાનો તેમજ એસ.ઓ.જી સહીત પોલીસ જવાનોના મોટા કાફલા સાથે કોમ્બિંગ હાથ ધરાતા કસાઈઓ પોલીસ જોઈ ફરાર થઇ ગયા હતા.પોલીસને ઝાડી-ઝાંખરામાંથી મરણતોલ હાલતમાં બાંધેલા ૨૦૦થી વધુ ગૌવંશ અને પશુઓને બચાવી લઈ પશુઓ માટે ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરી ઇડર પાંજરાપોળ ખાતે મોકલી આપી અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધવા મોડાસા ટાઉન પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી. ગુરુવારે સાંજના ૪ વાગ્યાના સુમારે મોડાસા ટાઉન પોલીસને બાતમીદરો મારફતે બાતમી મળી હતી કે મોડાસા નગરપાલિકાના રાણાસૈયદ વિસ્તારના ઝાડી-ઝાંખરામાં મોટી સંખ્યામાં ગાય,બળદ,ભેંસ,પાડા,પાડીઓ,જેવા પશુઓ સંતાડી ગોંધી રાખી ગેરકાયદેસર રીતે કતલખાને ધકેલવાની ફિરાકમાં હોવાની બાતમી મળતા મોડાસા ટાઉન પોલીસ, એલસીબી પોલીસ તાબડતોબ મોટા પોલીસ કાફલા સાથે બાતમી વાળા સ્થળે પહોંચી ખુલ્લી જગ્યા તેમજ ઝાડી-ઝાંખળા વિસ્તારમાં ઓપેરશન હાથ ધરાતા પોલીસનો મોટો કાફલો જોઈ અજાણ્યા શખ્શો પશુઓ ઘટનાસ્થળે રાખી ફરાર થઇ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી કસાઈઓના વાહનો જપ્ત કર્યા હતા.તમામ પશુઓને બચાવી લઈ ઇડર પાંજરાપોળ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે લાખ્ખોનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા શખ્શો વિરુદ્ધ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ-૧૯૬૦ની કલમ મુજબ અજાણ્યા શખ્શો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

પહાડપુર નજીકથી પણ ૮૧ પશુઓને બચાવી લેવાયા

મોડાસાના પહાડપુર નજીક ગેરકાયદેપશુઓ મરણતોલ હાલતમાં બાંધી રાખી તેમને કોઈ ઘાસચારો કે પાણીની સગવડ કરવામાં આવી નથી તેવી મળેલી બાતમીને આધારે જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલસીબી, ટાઉન, રૂરલ, એસ.ઓ.જી, પેરોલ ફ્લો સ્કોડ,  પોલીસ સ્ટાફને બોલાવી બાતમીની જગ્યા ઉપર ઓચિંતી તપાસ કરતાં ભેગા થયેલા ઈસમો પોતાની બાઇકો મૂકી ભાગી ગયા હતા.  તપાસ કરતા ૧૨ ગાય , ૬૨  પાડા ૪ અને ૩ આખલા થઇને કુલ ૮૧ પશુધન જીવિત મળી આવ્યા હતા. જેઓને ઇડરની પાંજરાપોળમાં મુકવામાં આવ્યા છે. આ ૮૧ પશુધનની કિ. રૂ.૨,૦૭૦૦૦  અને ૭ બાઈક મળી આવતાં તેની કિ.રૂ. ૧,૫૦,૦૦૦ ની સાથે ૩,૭૭૦૦૦ નો મુદ્દામાલ પકડી પોલીસે યુનીસ બેલીમ, સલીમભાઈ બેલીમ, અનસભાઈ બેલીમ અને સાત બાઈકચાલકો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution