કોલકાતાની હોટેલમાં ભીષણ આગ નવ બાંગ્લાદેશી નાગરિકોનાં મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, ઓગ્સ્ટ 2026  |   4455

પાટનગર કોલકાતામાં મંગળવારે મોડી રાત્રે ૨ વાગ્યે એક હોટલમાં ભીષણ આગ ફાટી નીકળતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અગ્નિકાંડમાં ૯ બાંગ્લાદેશી નાગરિકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૬ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.ભોગ બનનાર તમામ લોકો મેડિકલ સારવાર કરાવવા માટે કોલકાતા આવ્યા હતા અને આ હોટલમાં રોકાયા હતા.હોટલમાં આ આગ મંગળવારે મોડી રાત્રે ૨ વાગ્યાની આસપાસ લાગી હતી. આગ લાગતાં જ નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.રાત્રે બે ૨:૦૦ વાગ્યે જ્યારે મોટાભાગના લોકો ગાઢ ઊંઘમાં હતા ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. જાેતજાેતામાં ધુમાડાના ગોટેગોટા સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ જતાં અનેક લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાં જ ૪ ફાયર ટેન્ડર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution