/
ગુલાબી શિમરી ડ્રેસમાં નોરાનો સ્ટાઇલિશ લૂક, 1.7 લાખ બેગ બની આર્કષણનું કેન્દ્ર

મુંબઇ 

બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી તેના ડાન્સ ઉપરાંત ઘણી વાર અદ્દભુત ફેશન સેન્સ માટે પણ હેડલાઇન્સમાં રહે છે. અભિનેત્રી પોતાના મિત્રો સાથે ચાહકોનું દિલ જીતવા માટે કોઈ કસર છોડતી નથી. તેના ચાહકોને દરેક સ્ટાઇલ ખૂબ પસંદ આવે છે. તાજેતરમાં જ અભિનેત્રી બાંદ્રામાં ડિરેક્ટર રમેશ તુરાનીના ઘરની બહાર જોવા મળી હતી. હંમેશની જેમ નોરા ખૂબસૂરત દેખાતી હતી. નોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, તે હંમેશાં તેના લેટેસ્ટ શૂટના ફોટા અને વીડિયો શેર કરે છે. રમેશ તુરાનીના ઘરની બહાર ફોટોગ્રાફરને નોરાએ એકથી વધુ પોઝ આપ્યા છે. 


નોરા પિંક કલરમાં ફ્લોરલ પ્રિન્ટ પહેરેલી જોવા મળી હતી. આ ટૂંકા ગુલાબી સ્કર્ટ ડ્રેસમાં તે તેના કર્વી બોડીને ફ્લટ કરતી જોવા મળી હતી. અભિનેત્રીએ પોતાના લૂક સાથે લાઇટ મેકઅપ કરતી વખતે બોલ્ડ આઈલાઇનર અને લાઇટ પિંક લિપસ્ટિક લગાવી હતી. એક્ટ્રેસ સિમ્પલ લુકમાં ખૂબ જ ક્યૂટ લાગી હતી.


અભિનેત્રી તેના ડ્રેસ સાથે વ્હાઇટ ટોટ બેગ લઇને આવી હતી. નોરાએ તેના હાથમાં સફેદ રંગની ટોટ બેગ લીધી જે યવેસ સેન્ટ લોરેન્ટ કંપનીની છે. આ બેગની કિંમત 1,79,103 રૂપિયા છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution