/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

અનઅધિકૃત કબજાે-નવા બાંધકામને તાત્કાલિક દૂર કરવા નોટિસ

રાજપીપળા :  સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેવડીયા કોલોનીમાં લલ્લુજી એન્ડ સન્સ કંપની દ્રારા ટેન્ટસીટી-૧ માં સરકારી ગોચરની જમીનમાં વધુ ટેન્ટ, સ્વિમિંગ પૂલનો ડેક, ટેન્ટ સીટી-૧ ના માં મુખ્ય દ્વારની સામેના ભાગમાં આવેલ જંગલ વિભાગ હસ્તકની જમીનમાં પાર્કીંગ વગેરે જેવા દબાણ કરીને ટેન્ટસીટી-૧ માં નવા શરૂ કરાયેલા બાંધકામ વગેરેને તાત્કાલિક દૂર કરવા માટે ૨૭ મી મે, ૨૦૨૧ ના રોજ મુંબઇ જમીન મહેસૂલી નિયમ-૧૮૭૯ ની કલમ-૬૧,૭૯ એ (એ) મુજબની નોટીસની બજવણી કરીને તાત્કાલિક લલ્લુજી એન્ડ સન્સના ખર્ચે અને જાેખમે અનઅધિકૃત કબજાે દૂર કરવાનો હુકમ કર્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગરુડેશ્વરના ખલવાણી સર્વે ૮૫-અની ૨૦-૫૮-૦૫ હેકટર ચો.મી.સરકારી પડતર પૈકી ૨-૦૦-૦૦ જમીન ગૌચર સદરે નીમ કરી. સર્વે નં. ૮૫-બ ની ૭-૦૮-૨૦ હેકટર પૈકી ૨-૦૦-૦ હેકટર જમીન ગુજરાત જમીન મહેસુલ નિયમો-૧૯૭૨ના વહીવટી હુકમ-૩ ની જાેગવાઇઓ હેઠળ ‘ટેન્ટસીટી’ ના હેતુ માટે પ્રવાસન વિભાગને તબદિલ કરેલ જમીનમાં ્‌ય્ઝ્રન્ દ્વારા થયેલ કરાર આધારીત ટેન્ટસીટી-૧ નું નિર્માણ કરવામાં આવ્યું છે.૨૫/૦૧/૨૦૨૧ ના રોજ અધિક કલેકટર ર્જીંેં છડ્ઢ્‌ય્ ઓથોરીટી, એડમીનીસ્ટ્રેટર ર્જીંેં છડ્ઢ્‌ય્ ઓથોરીટી, મામલતદારશ્રી ર્જીંેં છડ્ઢ્‌ય્ ઓથોરીટી, મામલતદાર ગરૂડેશ્વર, પરિક્ષેત્ર વન અધિક્ષક કેવડીયા, ડી.આઇ.એલ.આર. ર્જીંેં છડ્ઢ્‌ય્ દ્વારા સંયુકત તપાસણી દરમ્યાન ૪૨૦૦ ચો.મી. જમીનમાં અન અધિકૃત કબ્જાે કરી કરવામાં આવી રહેલ બાંધકામ ટેન્ટસીટીની લાગુ તળાવ કિનારે આવેલ છે.જેમાં નવીન ૧૬ ટેન્ટ તથા પ્રાઇવેટ સ્વીમીંગ પુલ ડેકનું બાંધકામ કરી રહેલ હોવાનું તપાસ દરમિયાન ધ્યાને આવ્યું છે.આ ઉપરાંત ટેન્ટ સીટી-૧ ના માં મુખ્ય દ્વારની સામેના ભાગમાં આવેલ સર્વે નંબર ૧૧૨ પૈકી ૦-૨૭-૨૧ હેક્ટર જંગલ

વિભાગ હસ્તકની જમીનમાં પાર્કીંગ તરીકે કોઈ પણ જાતની પરવાનગી વગર ઉપયોગ કરવામાં આવેલ છે.આ માટે બાંધકામ કરતા પહેલાં કરારની શરત નં. ૨.૧.૨ (ડી) મુજબ લલ્લુજી એન્ડ સન્સ દ્વારા કોઈ પરવાનગી લેવામાં આવેલ નથી.ટેન્ટ સીટી-૧ નાં બાંધકામ બાબતે બિનખેતી પરવાનગી, બાંધકામનાં નકશા વિગેરે બાબતે પણ અધિકૃત કક્ષાએથી મંજૂરી લેવાયેલ હોવાનું જણાયેલ નથી તથા સરકારી જમીનનાં ઉપયોગ બદલ કોઈ સક્ષમ અધિકારીની પૂર્વમંજૂરી મેળવવામાં આવેલ નથી.

વધુમાં ગરૂડેશ્વરનાંના સર્વે નં. ૮૫-બ ની જમીન ગૌચર સદરની હોઇ નામ.સુપ્રિમ કોર્ટના ૨૮/૦૧/૨૦૧૧ સિવિલ અપીલનં.૧૧૩૨/૨૦૧૧ ઈન એસ.એલ.પી(સી) નં. ૩૧૦૯/૨૦૧૧ માં આપેલ ચુકાદામાં જણાવેલ નિર્દેશોનું કડક અને ચોકસાઇપુર્વક પાલન કરવાનું થતુ હોઇ. ગરૂડેશ્વર મામલતદાર તરફથી ગૌચરણ જમીન પર અનઅધિકૃત કબ્જાે કરી કરેલ બાંધકામ જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ ની કલમ-૬૧, કલમ-૭૯ એ(એ) તથા કલમ-૨૦૨ ની જાેગવાઇ મુજબ તાત્કાલિક અસરથી લલ્લુજી એન્ડ સન્સ પોતાના ખર્ચે અને જાેખમે દુર કરવાનો હુકમ કર્યો છે.

વધુમાં, બદઈરાદાપૂર્વક નફાકીય હેતુસર સરકારી જમીન પચાવી પાડવાના ઉદ્દેશ્યથી કોઈ પણ મંજૂરી વગર બીનખેતી કૃત્ય કરેલ છે, તે સબબ ટેન્ટસીટી-૧ નાં માલિકો તથા વહીવટકર્તાઓ સામે દંડનીય કાર્યવાહી તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૯ હેઠળ ફોજદારી કાર્યવાહી કેમ ન કરવી, તે માટે જરૂરી આધાર પૂરાવા સહિત તા.૨૯/૦૫/૨૦૨૧ ના રોજ ૧૧-૦૦ કલાકે ગરૂડેશ્વર મામલતદાર સમક્ષ હાજર થવાનું પણ ફરમાન કરાયું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution