લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, ઓગ્સ્ટ 2026 |
5841
જૂન ૨૦૨૬નીUGC-NET પરીક્ષામાં પ્રશ્નપત્ર સંબંધિત ગેરરીતિઓ સામે આવ્યા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત, પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટેNTAએ ૫૦થી વધુ કર્મચારીઓ સામે કાર્યવાહી કરીને તેમને સંસ્થામાંથી હટાવ્યા છે.
આ ઉપરાંત પરીક્ષા વ્યવસ્થાના મહત્વના ક્ષેત્રોમાં ૧૦ નવા વ્યાવસાયિકોની ભરતી શરૂ કરવામાં આવી છે. જૂન ૨૦૨૬નીUGC-NET પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્ર સંબંધિત ખામીઓ સામે આવ્યા બાદ NTAની કાર્યપ્રણાલી સામે સવાલો ઊઠ્યા હતા. વિદ્યાર્થીઓ અને વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાની માગ કરી હતી. આ સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને NTA દ્વારા આંતરિક સ્તરે જવાબદારી નક્કી કરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. ૫૦થી વધુ કર્મચારીઓને હટાવવાનો ર્નિણય પરીક્ષા વ્યવસ્થામાં મોટા વહીવટી સુધારાનો સંકેત માનવામાં આવી રહ્યો છે. પરીક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા NTAદ્વારા ૧૦ મહત્વના પદો પર નવા વ્યાવસાયિકોની ભરતી શરૂ કરવામાં આવી છે. તેમાં મુખ્ય પ્રૌદ્યોગિકી અધિકારી (CTO)), મુખ્ય નાણાં અધિકારી (CFO)), મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી (CISO),, પરીક્ષા સુરક્ષાના મહાપ્રબંધક ઉપરાંત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને સાયકૉમેટ્રિક્સ જેવા ક્ષેત્રોના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. NTAહવે સાયબર સિક્યોરિટી, પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા અને પરીક્ષા મૂલ્યાંકન સાથે જાેડાયેલી સાયકૉમેટ્રિક્સ વ્યવસ્થામાં ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની મદદ પણ લેવાની તૈયારીમાં છે.